________________
૨૩૭
કહો, કૈસી બીતી ?
આમ લક્ષ્મીથી પુત્ર વહાલે. પુત્રથી શરીર વહાલું શરીરથી ઈન્દ્રિયે વહાલી ને ઈન્દ્રિયોથી પ્રાણુ વહાલાં છે. હવે એ પ્રાણ કરતાં ય કઈ વહાલું ખરૂં? તે કહે હા
એ કેવી રીતે? એ બતાવે.
ત્યારે કહે છેઃ જે સાંભળ. માણસ જ્યારે માંદે પડે હોય, એને અસાધ્ય અશાતા વેદનીયને ઉદય આ હાય, એ દુઃખ એવું હોય કે એને જ એની ખબર પડે. અને એની વેદના કેઈ લઈ ન શકે. ત્યારે તમે એની પાસે જાવ તે એ શું બોલે? હવે “મારે પ્રાણ જાય તે સારું.” ત્યારે પ્રાણુ સૌથી વહાલો હતો. એ જાય તો સારું. તે એ પ્રાણ કોને?–તે “મારે. એટલે પ્રાણુ કરતાં ય જે “મા” બોલે છે, એ કેઈક વસ્તુ વધુ વહાલી છે એ નકકી થયું. એ કહે છે કે-હું તે રહું. હું ન જઉં, પણ મારે પ્રાણ જાય. ત્યારે એ પ્રાણ કરતાં ય જુદી વસ્તુ છે. અને એ આપણને વહાલી છે. એનું નામ જ આત્મા છે.
પેલાં મહાત્મા જુવાનને કહે છેઃ ભાઇ! પરલોક નહિ હોય, આત્મા નહિ હોય, તે મારું તે કાંઈ જવાનું નથી. મને તે અહીં આનંદ છે, અને પરલેક હશે તે ત્યાં ય મને સુખ જ છે. અને કદાચ પરલેક નહિ હોય તો ય મારું કાંઈ અહિત તે નહિ જ થાય. મેં તે આ ત્યાગમાં આનંદ મા, માટે મને એમાં સુખ જ છે.
અને તું તે આત્મા કે પરલોક કાંઈ નથી માનતે...