________________
કહો, સી બીતી? -
તે પછી તું ના શું કરવા પડે છે કે પરલોક નથી ? અમને તે જ્ઞાનીએાએ શાસ્ત્રમાં કહ્યું છે કે “પરલેક છે.” એટલે નિર્ણય જ છે. પણ તેને ખાત્રી છે, કે પરલેક નથી ? એ કહે.”
જે નાસ્તિક હોય, એને ય પરલેકની શંકા તે રહે જ. એ કહે ભલે કે “આત્મા નથી. પરલેક નથી.” પણ મરતી વખતે એને બીક તે લાગે કે “મેં દાન નથી આપ્યું. દયા નથી કરી. પરોપકાર નથી કર્યા. કાંઈ જ નથી કર્યું. અને હવે હું મરી જઈશ, ને કદાચ પરલેક હશે તે મારું શું થશે?” આવી બીક તો એને હોય જ. ' અહીં મહાત્મા પણ પિલાને એ જ કહે છે કે “તું કહે છે કે “પરલેક નથી.” અને એટલાં માટે તે દાન, દયા, પરોપકાર, વ્રત, નિયમ-કાંઈ નથી કર્યું. હવે જે કદાચ પરલેક નીકળી ગયે, તે તારી શી દશા થશે? તે માટે પરફેક તે છે જ. આત્મા પણ છે. આત્મા ન હેય તે કર્મ ન હોય. અને કર્મ ન હોય, તે જગતની વિચિત્ર દશા પણ ન હોય.
એક જ મા છે, ને એક જ બાપ છે. મા એ ક્ષેત્ર છે, અને બાપ બીજ સમાન છે. એક ક્ષેત્રમાં બે ફળ હેય, એમાં જેમ તરતમતા હોય છે, એમ એક મા ને એક જ બાપના બે દીકરાઓમાં ય તફાવત હોય છે. એક ડાહ્યો દેખાશે, એક મૂર્તો હશે. એક રેગી હશે, એક નીરોગી હશે. એક રૂપવાન હોય, તે બીજે વિરૂપ હોય. એક મા