________________
સાચી એક માયા રે જિન અણગારની
આવે, તે એમને ય શાસનને માટે, શાસનની હીલના ન થાય એટલાં માટે ઊંચુંનીચું થવું પડે.
પણ એમાંથી બેધ શું લેવાનું છે? તે જેને જેવાં. સંસ્કાર પડયા હાય, એને એવાં સંસ્કાર ઉદયમાં આવે જ છે. અને એ જ માટે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કેઃ न हि कल्याणकृत् कश्चित्, दुर्गतिं तात ! गच्छति ।' કુશળ ક્રિયા કરનારે કેઈ દુર્ગતિમાં નથી જતે. ત્યારે કયાં જાય છે? તેशुचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽभिजायते । अथवा योगिनामेव, कुले भवति धीमताम् ॥
હે અજુન! તું કદાચ ચેગ આરાધના કરતે કરતે મરી જઈશ, તે કાં તે તું પવિત્ર એવાં શ્રીમંતપુરુષના ઘરે ઉત્પન્ન થઈશ. ને કાં તે યોગીઓના ઘરે જમીશ. ને તારું યેગનું અધૂરું કામ પૂરું કરીશ. કારણકે તને પૂર્વભવમાં વેગના સંસ્કાર હતાં. એ બીજા ભવમાં ઉદયમાં આવશે જ.
આમ-સંસ્કારની થીઅરી મુખ્ય છે. ગભ્રષ્ટ આત્માને પૂર્વભવમાં ચાગના સંસ્કાર પડેલાં, તે તેને ભવાંતરમાં એ સંસ્કાર અવશ્ય ઉદયમાં આવે જ. અને એ યુગના અભ્યાસ વડે જ એને પરમપદની પ્રાપ્તિ થાય.
માટે જ કીધું કે–અભ્યાસ અને વૈરાગ્ય રૂપ કર્મચાગ કરતો હોય, તેને જ મેક્ષ મળશે, એકલાં જ્ઞાનની વાતે કરીને ઉપર ચડવા જઈશ, તે તે હેઠે જ પડી જઈશ.
અત્યારે તે નિશ્ચયની ભાવના કરવાની કીધી છે. એ ભાવનાઓ કઈ છે? તે હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાગશાસ્ત્રમાં બતાવી છે. તેનું સ્વરૂપ શું છે? તે અંગે અધિકાર..