________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ભોગે ભોગવતે હતે. એમાં મને આંખની વેદના થઈ એ એવી કારમી વેદના હતી કે ભલભલાં વૈદ્યોએ ય હાથ ધઈ નાખ્યાં. મારાં માતાપિતા, મારુ કુટુંબ, મારી સ્ત્રીઓ, બધાં ત્યાં મારી પાસે જ બેસી રહ્યાં છે. બધાં આંસુ સારે છે. પણ સુરક્ષા વિમોચંતિ”—કેઈ મારી વેદના નથી લેતું. મારાં દુઃખમાંથી કેઈમને મુકત ન કરી શકયું.
એટલે મારે કોઈ નાથ નહે. હું અનાથ હતે. તે તું મારે નાથ શેને થવાનું છે? અને હવે તે મને વીતરાગ પરમાત્માના ધર્મરૂપી નાથ ને શરણ મળી ગયાં છે. હવે મારે કઈ ભોગસુખની અભિલાષા નથી.”
જગતમાં ચાર શરણ કીધાં છેઃ अरिहते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि, केलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥
અરિહંત મહારાજા એ પહેલું શરણ છે. બીજું શરણ સિદ્ધભગવંતે છે. ત્રીજું શરણ સાધુભગવતે છે અને ચોથું શરણ કેવલીભગવંતે પ્રરૂપેલે ધર્મ છે. બાકી તે બીજું બધું “રાજળ તરં નારાં સર્વાચજુ નતિ' –જેમાં તું મેહ કરીને રહે છે, એ બધું શરીરની સાથે જ નાશ પામશે. | માટે જ કીધું કે શરણ અત્યારે બે જ છે. એક જિનેશ્વર દેવ, ને એક મુનિભગવંત. એમાં ધમ તે આવી જ જાય.