________________
સાચી એક માયા રે જિન અણુગારની પુત્રને અધિકાર આવે છે. એ જ્યાં જ્યાં જન્મ લેશે, ત્યાં મુનિએને દ્વેષી જ થશે. કારણ કે–એને હજી મિથ્યા છે.
જ્યાં સુધી આભિનિવેશિક મિથ્યાત્વ હોય, ત્યાં સુધી એને એ વિચાર જ ન હોય કે “આ મુનિરાજે તે જગતના શરણ છે. એ તે એમને દ્વેષ જ કર્યા કરે.
આ જગતમાં બે જ શરણ છે. પહેલું શરણજિનેશ્વરદેવ છે. બીજું શરણ મુનિભગવંત છે.
જ્યાં અનાથી મુનિ કાઉસગયાને ઊભાં છે, ત્યાં શ્રેણિક રાજા આવે છે. મુનિનું રૂપ–તેજ જોઈને એને આશ્ચર્ય થાય છે. એ મુનિને પૂછે છેઃ હે મુનિ! તમે, આવું રૂપ, આવું યૌવન, આવું સૌંદર્ય મહ્યું છે તે ય; શા માટે આ કષ્ટ-દુઃખ સહન કરે છે? ભેગ કેમ ભેગવતાં નથી?”
ત્યારે અનાથી મુનિ કહે છે-“હે રાજન! આ જગતમાં મારે કઈ નાથ નથી. હું અનાથ છું. માટે મેં આ પ્રવજ્યા લીધી છે.”
ત્યારે શ્રેણિક કહે છે: “તમારે કઈ નાથ નથી? તે હું તમારા નાથ થઉં. હું આખાં મગધદેશને નાથ છું. હું તમને જોઈએ એવાં ભોગસુખ આપીશ ને તમારું પાલન કરીશ. તમે ચાલે.
ત્યાં અનાથી મુનિ કહે છે કે-હવે તે હું તારે નાથ થાઉં એમ છું. તું શું મારે નાથ થાય? હું પણ એક રાજકુમાર હતા. રૂપયૌવનવતી મારી હતી. હું અનેક