________________
કે જે છે તે રીતે કરી શકે
આમ, આ બધા આગમગ્રંથમાં જગતના સર્વપદાર્થોનું અવગાહન છે. પરંતુ નંદીસૂત્ર, આ બધા આગમગ્રંથના અવગાહનરૂપ જ્ઞાનસૂત્રગ્રંથ છે, દીક્ષા વખતે તેમજ ગણિ, પંન્યાસ કે આચાર્ય પદારેહણ વખતે નંદીસૂત્ર સંભળાવવામાં આવે છે.
જ
પ્રવચનકાર પ. પૂ. આ. વિજયનંદનસૂરીશ્વરજી મ. મહારાજે ખંભાતમાં માત્ર આ નંદીસૂત્રની પીઠિકા ઉપર જ સત્તર વ્યાખ્યાને આપ્યાં છે. આ વ્યાખ્યામાં છે આગમનું મહત્તવ, નંદી-સૂત્રનો અર્થ તથા તેના રચયિતા અને ટીકાકારનો પરિચય આપ્યા પછી તેની ભૂમિકાને ખૂબ સ્પષ્ટ કરવા સાથે તેમણે “સૂત્ર, નંદી, શુલપાક્ષિક, મંગળ, ત્રિપદી, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, ક્ષય, ઉપશમ, પશમ, પ્રવચન, રાગ, દ્વેષ, મેહ, પરોપકાર, મોક્ષ, ભવ્ય, સુખ, દુખ, ઈચ્છા, આશા, જિજ્ઞાસા, શાન્તિ, ચિન્તા, દાન, ધ્યાન, યેગ, ધારણું, કેધ, માન, માયા, લેભ, જિંદગી, નિશ્ચય, વ્યવહાર, કલ્પ, યુગ, ભાવના, ગુણશ્રેણિ, વિનય, આશ્રમ અને તૃણું વગેરે પદોનાં લક્ષણ, વ્યાખ્યા અને સમજ ખૂબ સરસ રીતે આપેલ છે.
૧૮