________________
કર્મબંધના ચાર કારણે
૧૬૩ રીતે-કે જીવને ન મારે, એવાં પચ્ચક્ખાણ હોય છે. પણ ગૃહસ્થને તે એ ઘરે છે, માટે એને રસોઈ કરવી પડે, શાક, લીલેરી વગેરે લાવવું પડે, કાપવું પણ પડે, એવાં એવાં અનેક આરંભના કાર્યો એને કરવાના હોય છે, માટે એને આરંભથી જય હેય. પણ સંક૯પથી કેઈને ન મારવે, એવાં એને પચ્ચખાણ હોય.
એમાં પણ કોને માર? તે જીવ બે પ્રકારના હોય છે. એક સાપરાધી ને બીજે નિરપરાધી. જેણે તમારે ગુને કે અપરાધ કર્યો હોય તે સાપરાધી છે. અને જેણે તમારી ભૂલ નથી કરી, અપરાધ નથી કર્યો, એ નિરપરાધી છે. એમાં ગૃહસ્થને નિરપરાધીના પચ્ચકખાણ હોય છે. જેણે મારી પ્રત્યે કેઈ જાતનો અપરાધ નથી કર્યો, એને મારે મારા નહિ, આવાં એને પચ્ચકખાણ હોય. પણ સાપરાધીની એને જયણ હેય.
ચેડા મહારાજાને બારે વ્રત હતાં અને એમણે લડાઈએ પણ ઘણી કરી. છતાં એમને હિંસા નથી લાગી. કારણ કે એમને પચ્ચકખાણ હતાં કે “સાપરાધીને જ મારે મારે કપે. નિરપરાધીને નહિ.” એટલે લડાઈમાં સામે બાણું મારે પછી જ પતે બાણ મારતાં એટલે એમને વ્રતભંગ ન થશે.
પણ મુનિને તે સાપરાધી ને નિરપરાધી કેઈને નથી મારવાને. એને તે બંનેના પચ્ચકખાણ હોય.