________________
તત્વ-અતવને નિર્ણય
૧૫ તે દિવસે જ બતાવ્યું હતું કે-હેમચંદ્રસૂરિ મહારાજા કહે છે કે-હે પ્રભે ! જ્યાં હિંસાને જ કેવળ ઉપદેશ આપ્યો છે, જે અસર્વજ્ઞ એવાં પુરુષે રચેલાં છે, અને કર–નિર્દય માણસોએ જેને આદર કર્યો છે, એવાં પારકા શા મારે પ્રમાણ નથી. મારે તે હે પ્રભો! તારું આગમ જ પ્રમાણ છે. તારાં આગમમાં દરેક જીવનું એકાંત હિત. ચિંતવ્યું છે. કેઈનું ય અહિત નથી ચિંતવ્યું. કોઈનું બૂરું ચિંતવવાની ના કીધી છે. પ્રભાતમાં ઊઠીને મૈત્રી, પ્રદ– કરુણું અને માધ્યગ્ય, આ ચાર ભાવના ભાવવાની કીધી છે.
मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥
જગતમાં કઈ જ પાપ ન કરે. જો તે પાપ કરશે જ, એ પાપ છોડવાના નથી, પણ તારે તે આવી જ ભાવના રાખવી કે “કેઈ જીવ પાપ ન કરે. કઈ જીવ દુઃખી ન થાવ. અને આખું જગત્ કર્મથી મુકત થાવ.” આવી મૈત્રી ભાવના છે.
બીજી પ્રમોદ ભાવના છે. જગતમાં કઈ જ્ઞાની હોય, કેઈ દાની હોય, ત્યાગી હોય, પરોપકારી હોય, અનેક ગુણવાળાં જે હોય. ગૃહસ્થને પણ એવાં ગુણ હોય. કેઈ દાનેશ્વરી હોય, કેઈ બ્રહ્મચારી પણ હોય, તે એને તું હૃદયમાં આનંદ માનજે. પણ ઈર્ષ્યા ન કરીશ. કારણ કે -નું ઈર્ષા કરીશ, તે એ એની ઈર્ષ્યા નથી, પણ એના ગુણમાં તને ઈર્ષ્યા છે. અને એના ગુણમાં જે તું ઈષ્ય