________________
તત્વ-અતરવને નિર્ણય
૧૪૯ શäભવસૂરિ મહારાજા પણ સ્થડિલ જવા માટે તે વખતે આવ્યા છે. બંને એક બીજાને જુએ છે. ને બંનેને એક બીજા ઉપર પ્રેમ ઉભરાય છે. શય્યભવસૂરિ મહારાજા પૂછે છે : “તું કેણ છે? ક્યાંથી આવ્યું છે?
મનક પિતાનું વૃત્તાંત કહે છે કેઃ “મારાં પિતા શય્યભવ નામના છે. તેઓ જૈન સાધુ થઈ ગયા છે. તેમને શેધવા હું નીકળે છું. મારે એમની પાસે પ્રવજ્યા લેવી છે. તમે કેણ છે?”
ત્યારે શય્યભવસૂરિ મહારાજા કહે છે કેઃ “હું જ તારે પિતા છું, એમ માની લે. શય્યભવ અને હું ખાસ મિત્રો છીએ. મારું શરીર અને એ અભિન્ન છે. માટે મારી પાસે ચાલ, ને પ્રવજ્યા લે. એમ કહીને તેઓ એને ઉપાશ્રયે લઈ જાય છે. ત્યાં એને પ્રવજ્યા આપે છે. પછી ઉપયોગ મૂકીને એનું આયુષ્ય જુએ છે, તે છ માસ જ જુએ છે. એટલે એને ટૂંકા સમયમાં બોધ થાય, એટલાં માટે દશવૈ કાલિક સૂત્રની પિતે રચના કરે છે.
ચૌદ પૂર્વધર કે દશપૂર્વધરો એ સમય કે એવું પ્રયજન આવે, ત્યારે પૂર્વમાંથી અમુક વસ્તુ ઉદ્ધરે છે. એમ એમણે પણ પૂર્વમાંથી આ દશવૈકાલિક સૂત્ર ઉદ્ધયું. એ સૂત્ર નાને સાધુ પણ છ મહિનામાં ભણી શકે છે. એ પોતે મનકને ભણાવે છે. મનક સંપૂર્ણ ભણે છે, ને છ મહિને એ કાળ કરી જાય છે.
ત્યારે ત્યાં શય્યભવસૂરિ મહારાજાની આંખમાં આંસુ