________________
૧૩૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વળી કેકવાર બતાવશું. પણ અહીં કહેવાનું શું છે? કેપહેલી ચાર ગદષ્ટિ મિથ્યાત્વમાં પણ હોય. મિથ્યાત્વમાં પણ ઉત્તરોત્તર આત્માને વિકાસ જ દેખાડે છે.
ત્યાં બીજી દષ્ટિમાં કીધું છે કે એ દૃષ્ટિ જેને હોય, એના હાથે કેઈ દિવસ અનુચિત કામ ન થાય. એ કઈ દિવસ અનુચિત કામ કરે જ નહિ.
તે તું તે સમક્તિ પામે છે. તારે હાથે જે અનુચિત થાય, તે એ મૃત્યુનું દ્વાર જ છે. માટે જે તું ઉચિત કામ કરીશ, તે તારાં નવાં પાપ નહિ બંધાય ને જૂના દેવાઈ જશે.
માટે જ અહીં મુનિએને કીધું છે કે હે મુનિ ! તું યતનાપૂર્વક ચાલજે. જ્યાં ત્યાં ડફાં મારતે ચાલશ નહિ. ઊભે રહે તે પણ યતનાપૂર્વક ઊભે રહેજે. બેઠો હોય ય ઘડકે પગ લાંબે કરે, ને ઘડીકે ટૂંકે કરે, એવું ન કરીશ. પણ જ્યણાથી બેસજે, સૂવા માટે પણ પૂજીને–પ્રમાઈને સૂજે. જીવની વિરાધના ન થાય એનું
ધ્યાન રાખજે. આહાર પણ યતનાપૂર્વક નિર્દોષ લાવજે, આવજે અને ખાજે. ખાતાં ખાતાં કચકચાટ ને ટપટપાટ ન કરીશ. આ ધમધાર શરીર છે. એને ટકાવવા માટે અન્ન તે જોઈશે જ. પણ એ જયણાપૂર્વક લાવજે. અને બોલવું પણ કઈ રીતે ? તે યતનાપૂર્વક બોલજે. જાડી ભાષા, સાવદ્ય ભાષા ન બોલીશ. પારકાંના મર્મોદ્દઘાટન ન કરીશ. નિરવદ્ય ભાષા બોલજે.