________________
પ્રથમ જ્ઞાન પછી દયા આવશે. એ વિપાક કયારે આવશે? અણધાર્યા આવશે. ખબર પણ નહિ પડે. માટે જ કાલે કીધું કે-સવારે જે હશે, તે મધ્યાહને જોવા નહિ મળે. ને મધ્યાહને જે હશે, તે સાંજે નહિ મળે. આ વાતને તું વિચાર કરીશ, તો તને પદાર્થોની અનિત્યતા દેખાશે, સમજાઈ જશે.
પણ એ અનેક જાતના પાપેને પખાળવાના પણ સાધને કીધાં છે. જેમ કે આપણે ત્યાં શત્રુંજયતીર્થ છે. તીર્થ એટલે અનેક જાતના ભેગાં કરેલાં જે કર્મો, તેને પખાળવાનું સાધન. આવાં અનેક જાતના તીર્થો છે.
ત્યારે વિદ્વાનેને પાપે પખાળવાનું કહ્યું તીર્થ છે? સાધુઓને પોતાના પાપ પખાળવાનું કયું તીર્થ છે? ગૃહસ્થોને પાપ ધેવાનું તીર્થ કયું? એવી રીતે મલિન મનવાળા જે જીવે છે, તેમને પોતાના પાપના મેલ ધેવાનું તીર્થ કયું છે? ને રાજાને માટે પાપ છેવાનું તીર્થ કયું? આ બધાંને માટે તીર્થ બતાવ્યાં છે. એમાં “દાન પણ એક તીર્થ છે. જેમ તીર્થમાં જવાથી આપણું પાપ ધોવાઈ જાય, તેમ દાન કરવાથી પણ પાપ ધોવાઈ જ જાય છે, ત્યાં બતાવ્યું છે કે :
विद्यातीर्थे जगति विबुधाः साधवः सत्यतीर्थे गङ्गातीर्थे मलिनमनसो, योगिनो ध्यानतीर्थे । धारातीर्थे धरणिपतयो दानतीर्थे धनाढ्या लज्जातीर्थे कुल्युवतयः पातकं झालयन्ति ॥
જગતમાં જે વિદ્વાન છે, ભણેલા ગણેલાં છે, જેને જ્ઞાનદશા છે, એને પાપ ધોવાનું કયું તીર્થસ્તે એને