________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પણ કેટલાંકને ટેવ હોય છે કે સવારમાં ઊઠીને પારકાના ઘરના જ નળિયાં ગણે. પારકાંની હાયવેયને ચિંતા કર્યા કરે.
આ બધી પરભાવદશા છે, એ તારી પરિણતિ નથી. અને એને તું તારી માનીશ, તે તું ગમે તે ગુણઠાણે હઈશ, તે ય પહેલે ગુણઠાણે જ રહીશ. જ્ઞાની ભગવતે કહે છે કે –
પપરિણતિ પિતાની માને, વરતે આરત ધ્યાને, બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે.
ધન્ય તે મુનિ વરા રે, જે ચાલે સમભાવે.” જ્યાં મુનિભગવંતેની સ્તુતિ બતાવી છે, ત્યાં તે પ્રસંગે ડે ઉપદેશ પણ આપે છે. એ મુનિવરે કેવાં છે? તે પંચ મહાવ્રત ધારી, ધર્મને જાણનાર, ધર્મને કરનાર, હમેશાં ધર્મમાં જ પરાયણ રહેનાર, અને પ્રાણિ માત્રને નિષ્કામભાવે ધર્મને જ ઉપદેશ આપનારા છે, એમને ધન્યવાદ છે. જેઓ સદા સેમભાવમાં જ રહેનારાં છે, જેમને કઈ શત્રુ નથી, કેઈ મિત્ર નથી, હમેશાં પિતાના સ્વરૂપમાં જ ચાલ્યાં જાય છે, અને – . “ભવ સાયર લીલાએ ઊતરે, સંયમકિરિયા નાવે
એવાં મુનિવરે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. શાથી? કયા સાધનથી? તે સંયમની શુદ્ધ આચરણચારિત્રરૂપી કર્મયોગ અને જ્ઞાનગ એ ઉભયરૂપી નાવથી આ સંસાર સમુદ્રને તરી જાય છે. તેમને ધન્યવાદ છે. વળી