SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન પાવે છે દિવા, અ પાવું છે દિવા' એક પગ પાણીમાં મકે, ને એક પગ બહાર રાખે. આ બધે વિધિ બતાવે છે. એ વિધિપૂર્વક જે નદી ઉતરે તે એને દોષ ન લાગે. આ અપવાદ માર્ગ છે. આ બધું કયારે સમજાય ? તે ગુરૂમહારાજની પાસે શાસ્ત્ર વાંચે તે. નહિ તે આમાં વિરોધ જ લાગે. આમ જેમાં પૂર્વાપરને કઈ જાતને વિરોધ પણ ક્યાંય નથી આવતે, આવું જે શાસન, પ્રભુનું પ્રવચન, એ જ મારે પ્રમાણ છે. અને હે પ્રભે ! મને મનમાં ખાત્રી છે કે-કઈ અત્યારે ભલે ગમે તે પ્રવચનમાં-તીર્થમાં હોય, ગમે તેવી તાપસવૃત્તિ રાખતાં હોય, પણ છેવટે તે એમણે તારાં માર્ગમાં આવવું જ પડશે. परःसहस्राः शरदस्तपांसि, युगान्तर योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम्।। હે પ્રભ! ગમે તે વેષમાં કે ગમે તે ધર્મમાં હજારો વર્ષ સુધી ભલે તપશ્ચર્યા કરે, પરિવ્રાજકપણું આચરે, અને આ ભવમાં ને અનેક યુગમાં સારામાં સારી ઉપાસના કરે, પણ જ્યાં સુધી તારાં પ્રતિપાદન કરેલાં માર્ગની એમને સ્પર્શના નહિ થાય, ત્યાં સુધી એમને મેક્ષ નહિ જ મળે. એ તે તારા માર્ગમાં આવશે ત્યારે જ મોક્ષ મળશે. માટે જ મારે તારે આગમ પ્રમાણે છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy