________________
થી નંદિવનાં પ્રવચનો "संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं ॥
જીવના તમામ દુખે સંગમૂલક છે. આવાં દુઃખની પરંપરા જીવ અનંતવાર પામે છે. પણ જ્યારે આત્મા સમજણના ઘરમાં આવે, ગુરુમહારાજાના ઉપદેશમાં આવે, ત્યારે એ બધું છોડવાની ભાવના કરે છે કે “આ બધાં સંગના સંબંધો છે. સ્ત્રી કુટુંબ સગાં સ્વજનેના–સંબંધ દુિઃખનું કારણ છે. માટે હું એને મન વચન અને કાયાથી છોડી દઉં છું.”
ચક્રવતીએ જ્યારે છ ખંડની અદ્ધિને ત્યાગ કરે છે, ત્યારે કેઈ વિચાર કરવા નથી રહેતાં. આ ચેપડાં ચકખાં કરું, આ નામું સરખું કરું, ને આ બધાંની વ્યવસ્થા કરીને જઉં, એ વિચાર નથી કરતાં. એમને કેટલે જબરદસ્ત વહીવટ હશે? કેટલા મહાન વૈભવ હશે? તે ય જ્યારે વૈરાગ્ય થાય ત્યારે એક ક્ષણવારમાં બધું છેડીને ચાલી નીકળે છે.
અહીં નમિરાજાને પણ વૈરાગ્ય થાય છે. પ્રભાતમાં એમને સારું થાય છે, ને તેઓ પ્રવજ્યા લે છે. ત્યારે ત્યાં ઈન્દ્ર મહારાજા આવે છે, અને એમની પરીક્ષા કરે છે. ઈન્દ્ર મહારાજા મહાન અગ્નિ વિકૃર્વે છે, અને મિથિલાનગરી ભડકે ને ભડકે બળે છે. તે વખતે ઇન્દ્ર નમિરાજષિને પૂછે છેઃ હે મુનિ ! હે નમિરાજા! આ તમારી મિથિલાનગરી ભડકે સળગે છે, તે ય તમને કાંઈ વિચાર નથી થતું? એને બચાવે તે ખરા.”