________________
પપ
રે તૃષ્ણા ! હવે તો છોડ એને સ્પૃહા હેય. આમ આ બધાં સુખ તૃષ્ણ અને આશાથી જ ભરપૂર છે. માટે તે પરાધીન છે, અને માટે જ તે દુઃખ છે.
ત્યારે મોક્ષનું સુખ કેવું છે? એ મળ્યાં પછી બીજાં સુખની કઇ દિવસ અભિલાષા નથી થતી. માટે જ તે
સુખ છે.
पूर्णता या पसेपाः , सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्ननिभा विभा ॥
આત્માના સુખની પૂર્ણતા જે પરાધીન હોય, તે તે નાશવંત જ હોય. જેમ દીકરાના લગ્ન વખતે કેઈનું ઘરેણું માગી લાવ્યા, અને તેનાથી દીકરાની જે શેભા થઈ એ જેમ અલપ કાલીન છે. બીજે દિવસે એ ઘરેણું પાછું આપી દેતાં એ શેભા ફીકી થઈ જવાની છે. તે જ રીતે આ બધી જે સુખની પૂર્ણતા માની, તે પરપાધિજન્ય છે. કોઈકના માગી લાવેલા ઘરેણાની શોભા જેવી છે.
અને જીવની જે સ્વાભાવિક પૂર્ણતા છે–જેમાં પરાધીનતા નથી, જેમાં આત્માનું સ્વરૂપ પામે છે, કેવળજ્ઞાન પાપે છે, કષાયે નાશ પામ્યાં છે, એ પૂર્ણતા તે–સે ટચના સોના જેવી છે. એમ જાતિવંત રનની કાંતિ સ્વાભાવિક છે, તે કઈ દિ'નાશ નહિ પામે. એ બીજાંને લઈને નથી. બીજાને લઈને હોય તે નાશ પામે.
તેમ આત્મગુણને લઈને પરમસુખ–મેક્ષમાં પૂર્ણતા છે. તે ઉત્તમ રત્ન સમાન છે. આ એક્ષ મેળવ્યા પછી કઈ જાતની અભિલાષા થતી નથી. કારણ કે આશા–તૃષ્ણા