________________
રે તૃષ્ણા ! હવે તા છોડ
પ૩
દીકરાનું સુખ માન્યું. પણુ પહેલાં જન્મ આપવાનું દુઃખ. જમ્યા પછી એનાં મળ મૂત્ર ઉપાડવાનુ દુઃખ. એને માટેા કરવાનું દુઃખ. ભણાવવાનું દુઃખ. અને એ ભીને સારા નીવડયા તા દીકરા, નહિ તે દી ફર્યાં. તું એને મૂકીને મરી જાય, કે એ તને મૂકીને મરી જાય, તેા ય દુઃખ ને દુઃખ.
ત્યારે માક્ષનું સુખ કેવું છે ? જેમાં-રોગ-શાકઉપદ્રવાના-જન્મ-જરા અને મરણને ને ત્રિવિધ તાપના સ્પર્શી પણ નથી, એવા પરમ આનંદરૂપ મેાક્ષ છે.
સંસારના બધાં સુખામાં પરાધીનતા છે, માટે તે દુઃખ છે. અને મેાક્ષસુખમાં કેાઇની પરાધીનતા નથી.
અહીં. જીવને શંકા થાય કે ત્યાં સ્ત્રી નથી, પૈસા નથી, ખાવાનુ' નથી, પીવાનુ' નથી, રહેવાનું નથી, કાંઈ નથી, માટે ત્યાં દુઃખ હશે? ત્યાં કહે છે કે ના, ના, એ અધું ત્યાં નથી. માટે જ ત્યાં સુખ છે.'
દુકાને બેઠા છે, ને એકદમ કકડીને ભૂખ લાગી ગઈ. ચિત્તમાં આકુળતા થઈ ગઈ કે યારે ઘરે જાઉ' ને ખાઉ'? કામમાં પણ મન નથી લાગતુ. ત્યારે એ ઊઠીને ઘરે આવ્યે. ત્યાં પેટ ભરીને ખાધું. ખાધું એટલે ભૂખ મટી ગઈં. પણ એનાથી ફળ શું થયું? ભૂખ મટી જવાથી આત્માને થયું શુ? તે પેલી આકુળતા હતી તે જતી રહી. ખાધાં પહેલાં જે અસ્વસ્થતા હતી તે બધી મટી ગઈ. અને એ ન રહી, એટલે તું તારા સ્વરૂપમાં આવી ગયા, સ્વસ્થ બની ગયા. ત્યારે ખાવાથી શુ ફળ થયુ? ચિત્તમાં સ્વસ્થતા આવી.