________________
પદ
શ્રી ઋષભનાથ ચરિત્ર
ષિત મનવાળી પાતાના ઘરે આવે છે. ત્યારથી માંડીને તે યુગ'ધર મહામુનિની દેશનાને પોતાના નામની જેમ નહિ ભૂલતી, દુર્ભાગ્ય કર્મીનો ક્ષય કરવા માટે જુદા જુદા પ્રકારે દુષ્કર તપને તપતી અનુક્રમે યૌવન પામી તેપણુ દુગા એવી તેને કાઈ પરણતું નથી, તેથી ઊંચા પ્રકારના સંવેગવાળી તે પર્યંત ઉપર ફરીથી આવેલા યુગંધર મુનિની આગળ હમણાં અનશન ગ્રહણ કરીને રહેલી છે. તેથી તું ત્યાં જા, તેણીને પેાતાનું રૂપ બતાવ, જો તે તારા ઉપર રાગવાળી થાય, તેા તે તારી પત્ની થાય, કારણ કે અંતકાળે જેવી મતિ હાય તેવી ગતિ થાય છે.
આ પ્રમાણે મિત્રનુ' વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું.
તે નિર્નામિકા લલિતાંગ દેવ ઉપર રાગવાળી થઈને મરીને પૂર્વની જેમ તેની સ્વયંપ્રભા નામે પ્રિયા થઈ. તે લલિતાંગ દેવ પણ પ્રણયના કોપથી નાસી ગયેલી હૈય એવી તેણીને મેળવીને તેણીની સાથે અધિકપણે કામભેગા સેવવા લાગ્યા.
લલિતાંગદેવનાં ચ્યવનનાં ચિહ્નો
આ પ્રમાણે તેણીની સાથે ક્રીડા કરતાં કેટલાક સમય ગયા પછી તે લલિતાંગદેવે પેાતાના ચ્યવનનાં ચિહ્નો જોયાં, તે વખતે તેના રત્નનાં આભૂષણ્ણા તેજરહિત થયાં. પુષ્પમાળાએ કરમાવા લાગી, અંગ અને વસ્ત્રો મલીન થવા લાગ્યા, કારણ કે ‘ સંકટ નજીક આવે ત્યારે લક્ષ્મી પણ