________________
છે
શ્રી બક્ષનાથ ચરિત્ર જે પ્રાણ મરે છે તે જ ફરીથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવને પરલેક પણ નિચે છે. એક જ ચૈતન્ય બાળકપણામાંથી યૌવનને અને યૌવનમાંથી વૃદ્ધત્વને પામે તેમ એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે. પૂર્વના ચૈતન્યના અનુવર્તન (સંસ્કાર) વિના, નહિ શીખેલે બાળક સ્તનપાન કેમ કરે? વળી અચેતન એવા ભૂતમાંથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય? જગતમાં કારણને અનુરૂપ કાર્ય દેખાય છે. દેહ અને જીવનું ક્યારેય અભિપણું ન કહેવું. મરણ અવસ્થામાં શરીરમાં જીવ પ્રાપ્ત થતું. નથી. તેથી દેહથી ભિન્ન અને પરલેકમાં જનારે એ જીવ છે. ધર્મ અને અધમના કારણભૂત પરલેક પણ છે. આથી હે મહારાજ ! હંગતિએ આપનાસ, સદ્ગતિના વિધી એવા પાંચ ઇન્દ્રિયના વિષયને દૂર છે. એક રાજા થાય છે, એક રંક થાય છે. આ પ્રમાણે શ્રીમંત અને દરિદ્ર, બુદ્ધિમંત અને જડ, સુરૂપ અને કુરૂપ, સબળ અને નિર્બળ, નિરોગી અને રેગપીડિત, સુભગ અને દુર્ભગ એ દરેકનું મનુષ્યપણું સમાન હોવા છતાં જે. અંતર છે તે ધર્મ અને અધર્મનું કારણ જાણવું. એક વાહન થાય છે, બીજે તેની ઉપર ચઢે છે, એક અભય માગે છે, બીજે અભય આપે છે, આ પ્રમાણે ધર્મ–. અધર્મનું ફળ જાણીને તે સ્વામિન! દુર્જનના વચનની જેમ અધર્મ ત્યાગ કરવા ગ્ય છે વીતરાગના વચનની, જેમ મોક્ષસુખના એક કારણરૂપ ધર્મ ગ્રહણ કરવા. લાયક છે.”