________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૧
દર્શન–જ્ઞાન–ચારિત્રને ધારણ કરનારા ઉપર નિશ્ચલ ભક્તિ, તેઓનુ કાર્ય કરવું, તેના શુભનું ચિંતવન અને સંસાર જુગુપ્સા એ ભાવના છે. चउद्धा कहिओ धम्मों, नीसीमफलदायगो । कायव्वो भवभीरूहि, भव्वेहिं सो सुभावओ ||८||
આ ચાર પ્રકારના ધમ નિઃસીમ ફળને આપનાર કહ્યો છે, સંસારભીરૂ એવા ભવ્યજીવાએ તે ધમ ઉત્તમ ભાવપૂર્વક કરવા જોઈએ.” ૮
-
તે પછી ધપદેશ સાંભળીને ધન સાથ વાહ કહે છે કે – હે ભગવંત ! આજ સુધી મારા દિવસેા નિષ્ફળ ગયા. આજે મારા દિવસ સફળ થયેા. જેથી કયારે પણ પ્રાપ્ત નહિ કરેલા જિનર્દેશિત ધમ આજે મે' પ્રાપ્ત કર્યાં. એ પ્રમાણે કહીને પાતાને પુણ્યશાળી માનતો પેાતાના આવાસે ગયેા. પરમાનંદમાં મગ્ન થયેલા તેણે સાંભળેલા ધર્મોપદેશની વિચારણામાં રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે મંગળપાઠક સૂઈને ઊઠેલા એવા તેની આગળ શ ́ખ સરખા ગંભીર મધુર શબ્દ વડે ખેાલે છે :-વ્યવસાયને હરણ કરનાર વર્ષાઋતુની જેમ રાત્રિ ચાલી ગઈ છે, તેજની સન્મુખ સૂર્ય થયા છે, શરત્કાલની માફક મનુષ્યેાના વ્યવસાયમિત્ર પ્રભાતકાળ વિસ્તાર પામ્યા છે, સૂર્યનાં કિરણા વડે કાદવ સુકાઈ જવાથી માર્ગો સારી રીતે ગમન થઈ શકે એવા થયા છે, આ કાળમાં વ્યવસાય વડે શાભતા સાલાકે દેશાંતર જવા માટે ત્વરા કરે છે.