________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
લક
ઉજજવળ ધતિ, ધન, યૌવન, દીર્ઘ આયુષ્ય; કપટ વગરને પરિજન, સારી રીતે પૂર્ણ કરી છે આશા જેણે એવા પુત્રો, આ સર્વ સચરાચર જગતમાં ખરેખર દયાનું ફળ છે.” ૬
ધમેપગ્રહદાન તે દાયક, ગ્રાહક, દેય, કાળ અને ભાવવિશુદ્ધિથી પાંચ પ્રકારે છે. ત્યાં દાયકશુદ્ધ તે ન્યાપાજિત દ્રવ્યવાળે, જ્ઞાનવંત, આશંસારહિત, પશ્ચાત્તાપ વગરને દાયક સંસારસમુદ્ર તરવા માટે જે આપે તે છે.
इमं चित्तं इमं वित्तं, इमं पत्तं निरंतरं। संजायं जस्स मे सो हं, कयत्थो म्हि त्ति दायगो ॥७॥
આવી જાતનું ચિત્ત, આવા પ્રકારનું ધન, અને આવું ઉત્તમ પાત્ર મને નિરંતર પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ છું. આ દાયક હોય તે દાયક શુદ્ધ છે.” ૭
ગ્રાહક શુદ્ધ તે સાવદ્યોગથી અટકેલા, ત્રણ ગારવથી રહિત, ત્રણ ગુતિવાળા, પાંચ સમિતિયુક્ત, રાગ-દ્વેષ રહિત, મમતા રહિત, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર, જ્ઞાન-દર્શન–ચારિત્રને ધારણ કરનાર, સોના અને પથ્થર ઉપર સમાન બુદ્ધિવાળા, શુભ ધ્યાનમાં રહેલા, જિતેંદ્રિય, જુદા જુદા પ્રકારના તપનું આચરણ કરનારા, સત્તર પ્રકારે સંયમને ધારણ કરનારા, અઢાર પ્રકારે બ્રહ્મચયને ધારણ કરનારા, આવા પ્રકારના જે ગ્રાહક (= દાન લેનાર) હોય તે ગ્રાહક શુદ્ધિમંત જાણવા.