________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
'धम्मो मंगलमुकिट्ठ, धम्मो सग्गाववग्गओ। धम्मो संसारकतारू-लंघणे मग्गदेसी ॥३॥ .
ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ એ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ એ સંસારરૂપી અટવીનું ઉલ્લંઘન કરવામાં માગદેશક–ભેમિયા જેવું છે. ૩
ધર્મથી રાજા થાય, ધમથી વાસુદેવ, બળદેવ, ચકવતિ, દેવ અને ઇન્દ્ર થાય છે. ધામથી શૈવેયક અને અનુતરમાં મહમિંદ્રપણું પામે છે, એ ધર્મથી શું શું સિદ્ધ થતું નથી? કહ્યું છે કે— सग्गो ताण घरंगणे सहयरा, सव्या सुहा संपया, सोहग्गाइगुणावली विरयए, सव्वंगमालिंगण; संसारो न दुरूत्तरो सिवसुहं, पत्तं करंभोरुहे, जे सम्म जिणधम्मकम्मकरणे, पति उद्धारया ॥४॥
જેઓ સારી રીતે જિનધર્મનાં કાર્યો કરવામાં ઉદ્ધારક હોય છે, તેઓને ઘરઆંગણે સ્વર્ગ છે, સર્વ શુભ સંપત્તિ સાથે રહેનારી છે, તેને સંસાર દુરુત્તર નથી, મોક્ષસુખ તેને હસ્તકમળમાં પ્રાપ્ત થયું છે. ૪
તે ધર્મ દાન–શીલ-તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારે છે. ત્યાં શાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહ દાન વડે ત્રણ પ્રકારે કહ્યો છે. ભવ્ય જીવોને મેપદેશ વડે