________________
૫૦૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
કુંભ રાજારૂપી સમુદ્રને વિષે અમૃતકુંભ સમાન, પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા મહિલનાથ જિનચંદ્ર કે જે કર્મને ક્ષય કરવામાં મલ્લ જેવા છે. તે મને મોક્ષ આપો. ૧૯ पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो! । मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ॥२०॥
પદ્માવતી દેવીના પુત્ર, સુમિત્ર રાજારૂપ હિમવંત પર્વ તને વિષે પદ્મદ્રહ સમાન શ્રી મુનિસુવ્રત તીર્થપતિ તમને અમારો નમસ્કાર થાઓ. ૨૦ वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव ! । विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ॥२१॥
વપ્રાદેવીરૂપી રોહણગિરિને વિષે રત્ન સમાન ! વિજય રાજાના કુળને વિષે દીપક સમાન ! વિશ્વ વડે નમસ્કાર કરવા લાયક છે ચરણકમળ જેના એવા હે નમિજિનવર ! મને મોક્ષ સુખ આપ. ૨૧ अरिहा अरिद्वनेमी, समुद्दभूवइ समुद्धरयणीसा । असिवाणि सिवासूणू, हरेउ भवियाण नमिराणं ॥२२॥
સમુદ્રવિજ્ય રાજારૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્ર સમાન, શિવાદેવીના પુત્ર અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવંત! નમસ્કાર કરનારા ભવ્ય જીના ઉપદ્રવને હરે. ૨૨