________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે ધન, આચાર્યના ચરણકમળને નમીને અનુક્રમે સાધુઓને પણ વંદન કરે છે. મુનીશ્વર પણ તેને પાપનો નાશ કરનાર “ધર્મલાભ આપે છે.
આચાર્ય અને ધન સાર્થવાહને વાર્તાલાપ
તે પછી આચાર્યના ચરણકમળમાં રાજહંસની માફક બેસીને કહેવાની શરૂઆત કરે છે કે હે ભગવંત! તે વખતે સાથે આવવા માટે આમંત્રણ કરતી વખતે મેં ફોગટ જ સંભ્રમ બતાવ્યું, કારણ કે તે દિવસથી આરંભીને આજ સુધી મેં આપનાં દર્શન કર્યા નથી અને આપને મેં વાંદ્યા નથી, અને ક્યારે ય અન્ન-પાણી કે વસ્ત્ર વગેરેથી આપને સત્કાર્યા નથી. મૂઢ એવા મેં શું કર્યું કે જેથી પૂજ્ય—એવા આપને મેં અવગણ્યા? હે ભગવંત મારા આ પ્રમાદાચરણને તમે ક્ષમા કરે. મહાપુરુષે પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા હોય છે.” - આચાર્યશ્રીએ કહ્યું કે અમને માર્ગમાં દુષ્ટ શિકારી પશુઓ અને ચેર વગેરેથી રક્ષા કરતાં તે શું કર્યું નથી ? વળી તારા જ સાથેના લોકો પ્રાસુક, ક૯૫નીય, ઉચિત અન્ન-પાન આપે છે, તેથી અમારુ સર્વ કાર્ય થાય છે, કઈ પ્રકારની ન્યૂનતા નથી. તેથી હે શુદ્ધાશય ! તું ખેદ કર.” ન સાર્થવાહ કહે છે કે ઉત્તમ પુરુ ગુણને જ જુએ છે, તેથી તમે આમ કહે છે. આથી હું પોતાના પ્રમાદથી