________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૭
હવે રાજા નિર્મળ સ્નાના પૂરની જેમ અત્યંત ગાઢ સુગંધપણાને પામેલા શીષચંદનના રસ વડે તે પ્રતિમાઓને વિલેપન કરે છે, વિલેપન કરીને વિચિત્ર રત્નના ભૂષણે વડે, સુંદર દિવ્ય માળાઓ વડે, અને દેવદૂષ્ય વસ્ત્રો વડે તે પ્રતિમાઓની પૂજા કરે છે, તે પછી ઘંટ વગાડતે, જેના ધૂમાડારૂપી વાટથી નીલ વેલ વડે અંક્તિ કરતો હોય તેમ ચૈત્યની અંદર રાજા ધૂપ બાળે છે. તે પછી રાજા સંસારરૂપી શીતથી ભય પામેલાઓને બળતા અગ્નિકુંડ જેવી કપૂરની આરતી ઉતારે છે, આરતી ઉતારીને ઇષભસ્વામીની પ્રતિમાને નમીને શેક અને ભક્તિ વડે વ્યાપ્ત થયેલ ભરતેશ્વર આ પ્રમાણે સ્તુતિ કરવાની શરુઆત કરે છે. અષ્ટાપદના જિનપ્રાસાદની અંતર્ગત વીશ
જિનેરોની સ્તુતિ कल्लाणपंचएहिं, नेरइयाणं पि दुक्खतवियाणं । दिण्णसुहस्स सुहागर ! नमो तुमं तिजगदीसस्स ॥१॥
દુઃખથી તપેલા નારકીના જીવને પણ પાંચ કલ્યાણકે વડે સુખને આપનારા હે સુધાકર ! હે ત્રણ જગતના ઈશ્વર ! તમને નમસ્કાર થાઓ. ૧ सामिय ! जगहियकारग! विहरतेणं तए इमं विस्सं । दिणवइणा विव निहिल, अणुग्गहियमेत्थ तमगसियं ॥२॥
ઋ. ૩૨