________________
૪૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાના ભાઈઓના નવ્વાણું સ્તૂપ (= પાદુકાથી મંડિત દેવકુલિકા) કરાવે છે.
અહીં ગમનાગમન વડે લેકે આશાતના ન કરે, એમ વિચારીને રાજા યંત્રમય લેહથી બનાવેલા આરક્ષકોને કરે છે, લેહનિર્મિત યંત્રથી યુક્ત તે આરક્ષક પુરુષે વડે તે સ્થાન મનુષ્યલેકથી બહાર હોય તેમ મનુષ્યને અગમ્ય થયું.
તે પછી તે ચક્રવતી ત્યાં દંડરત્ન વડે તે પર્વતના દાંતાઓને કાપી નાંખે છે, તેથી તે પર્વત રાજલ ઊંચા થાંભલાની જેમ ન ચઢી શકાય એવો થયો.
તે પછી તે પર્વતની ચારે તરફ લોકો વડે ન ઓળંગી શકાય એવા એક એક એજનને અંતરે મેખલારૂપ આઠ પગથિયાં કરે છે, ત્યારથી માંડીને એ પર્વત “અષ્ટાપદ ” એ પ્રમાણે નામ વડે પ્રસિદ્ધ થયે. લેકમાં એ પર્વત હરાદ્રિ ૧, કૈલાસ ૨ અને સ્ફટિકગિરિ ૩ તરીકે કહેવાય છે.
આ પ્રમાણે ચૈત્ય બનાવીને ભરતચક્રવતી પ્રતિષ્ઠા, કરાવીને તવસ્ત્ર ધારણ કરી મેઘમાં ચંદ્રની જેમ તે ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં પરિવાર સહિત રાજા પ્રદક્ષિણા કરીને સુગંધી જળ વડે તે પ્રતિમાઓને હરાવે છે, ન્હરાવીને દેવદૂષ્ય વસ્ત્ર વડે ચારે તરફથી તે પ્રતિમાઓને સાફ કરે છે, તેથી તે પ્રતિમાઓ રનના અરીસાની જેમ અત્યંત ઉજવળ થઈ