________________
૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાપન કરે છે, અને બીજા દેવા ઔચિત્યને જાણનારા, બીજા મુનિઓના શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કરે છે.
હવે ઇંદ્રના આદેશ વડે અગ્નિકુમારદેવે તત્કાલ તે ચિતામાં અગ્નિકાયને વિષુવે છે, વાયુકુમાર દેવા ઇંદ્રની આજ્ઞાથી વાયુ વિષુવે છે. તે પછી વાયુઓ ચારે તરફથી અગ્નિને શીઘ્ર સળગાવે છે, દેવેન્દ્રના આદેશથી તે ચિંતામાં ભાર પ્રમાણ કપૂર આદિ અને કુંભ પ્રમાણ ઘી અને મધ નાંખે છે. હાડકાંને મૂકીને જ્યાં સુધીમાં બાકી ધાતુઓ બળી ગઈ, તેટલામાં ચિતાના અગ્નિને મેઘકુમાર દેવા ક્ષીરસમુદ્રના પાણીથી બૂઝાવે છે.
તે પછી ઇંદ્ર પેાતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજવા માટે પ્રભુની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે, ઈશાનેન્દ્ર પણ ઉપરની પ્રભુની ડાખી દાઢાને ગ્રહણ છે, ચમરેન્દ્ર વળી નીચેની જમણી દાઢાને લે છે, ખલીન્દ્ર નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે છે. બીજા ઇન્દ્રો માકીના દાંત, ખીજા દેવા હાડકાં પણ ગ્રહણ કરે છે.
તે પછી શ્રાવકાએ માગણી કરવાથી દેવાએ ત્રણ કુંડના અગ્નિ આપવાથી ત્યારથી માંડીને અગ્નિહોત્રી બ્રાહ્મણેા થયા. તેઓ ઘરમાં સ્વામીની ચિતાના અગ્નિને નિત્ય પૂજે છે. શ્રીમ'ત શ્રેષ્ઠિઓ જેમ લક્ષદીપને રાખે તેમ તે અગ્નિને વાયુરહિત પ્રદેશમાં રાખે છે.
ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રમણેાના અને શેષ