________________
૪૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
વૃષ્ટિ વડે પણ લાંબા કાળના સંતાપ કયારે ય શાંત થતા નથી.
શાકથી વ્યાકુળ થયેલા તે ભરત રાજા હાથને ટેકા આપનારા પેાતાના સેવાને માર્ગમાં માટેથી વળગતા વૃક્ષની શાખાના છેડાની જેમ દૂર કરે છે. નદીના પટમાં જનારી હાડી જેમ કાંઠે રહેલા વૃક્ષેાને પાછળ કરે તેમ તે આગળ ચાલતા વેત્રી પુરુષને પણ વેગ વડે પાછળ કરે છે, ચિત્તની જેમ વેગ વડે જવા માટે ઉત્સુક તે ચક્રવતી પગલે પગલે સ્ખલના પામતી ચામરધારિણીઆની પણ રાહ જોતા નથી, વેગ વડે ઉછળી-ઉછળીને વારંવાર છાતી સાથે અફળાવા વડે પડી જતાં મેાતીના હારને પણ રાજા જાણતા નથી. ઋષભ પ્રભુમાં ચિત્ત જવાથી, પાસે રહેલા એવા ગિરિપાલકોને વારવાર સ્વામીનું વૃત્તાંત પૂછવા માટે વેત્રીપુરુષ મારફત ખેલાવે છે, ધ્યાનમાં રહેલા ચેાગીની માફક તે કાંઈ પણ જોતા નથી, કાઈનું વચન સાંભળતા નથી, એક પ્રભુનું જ કરે છે.
ધ્યાન
ભરતેશ્વર વેગ વડે પવનની જેમ માને ટૂંકા કરતા ક્ષણવારમાં અષ્ટાપદ પવ ત પાસે પહેાંચે છે, સામાન્ય જનની માફક પગે ચાલવા છતાં પણ પરિશ્રમને નહિ જાણતા ભરતેશ્વર તે પછી અષ્ટાપદ પર્વત ઉપર ચઢે છે. ત્યાં શાક અને હર્ષોંથી યુક્ત તે ચક્રવતી પ“કાસને રહેલા ત્રિજગત્પતિને જુએ છે, જોઈને જગત્પતિને પ્રદક્ષિણા