________________
૪૭૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વાથી અંધને જેમ અનુગ્રહ થાય તેમ બેધિ (સમ્યકત્વ) આપવા વડે ભવ્ય જીને અનુગ્રહ કરે છે.
ભગવંતના પરિવારની સંખ્યા ઋષભપ્રભુના કેવળજ્ઞાનથી આરંભીને ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, શ્રાવકે * સાડાત્રણ લાખ, તેમ જ શ્રાવિકાઓ પાંચ લાખ ચેપન હજાર, ચૌદપૂર્વધર ચાર હજાર સાતસો પચાસ હતા, અવધિજ્ઞાની સાધુઓ નવ હજાર, કેવળજ્ઞાની સાધુઓ વીશ હજાર, વૈક્રિયલબ્ધિ પામેલા મહાત્મા સાધુઓ વિશહજાર છસો, તેમજ વાદી અને મનઃ પર્યાવજ્ઞાની જુદા જુદા બારહજાર છસો પચાસ હતા, તેમ જ ત્રિભુવનપતિ ગષભપ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીશહજાર મહાભાઓ થયા.
sષભપ્રભુનું નિર્વાણ આ પ્રમાણે ભગવાન આદિનાથ તીર્થકર જેમ પ્રજાઓને વ્યવહારમાં સ્થાપી હતી તેમ ધર્મમાં ચતુર્વિધ સંઘને સ્થાપે છે.
દિક્ષાકાળથી એક લાખ પૂર્વ ખપાવીને તે પછી ભગવાન પોતાનો મોક્ષકાળ જાણીને અષ્ટાપદ પર્વત તરફ જાય છે. * કલ્પસૂત્રમાં-ત્રણ લાખ પાંચ હજાર ઉત્કૃષ્ટ શ્રમણોપાસકે
(શ્રાવકો)ની સંપદા હતી (૨૧૬), બાવીશ હજાર નવો અનુત્તરૌપપાતિકની સંપદા હતી (૨૨૬) એ પ્રમાણે વિશેષ જાણ.