________________
૪૯૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેઘ વડે જાણે વસ્ત્ર પહેર્યુ હાય એવા, ઝરણાંના પાણી વડે ખાંધ ઉપર લટકાવેલા ઉત્તરીય વજ્ર જેવા, દિવસને વિષે શિખરની સમીપે રહેલા સૂર્ય વડે મુગટ ધારણ કર્યાં હોય એવા, રાત્રિમાં ચંદ્ર વડે ચંદન રસના તિલકના ચિહ્નવાળા હાય એવા, આકાશ પર્યંત સુધી રહેલા શિખરા વડે જાણે હજાર મસ્તકવાળા હોય એવા, ઊંચા તાડના વૃક્ષેા વડે અનેક ખાડુ દંડવાળા હોય એવા, નાળિચેરના વનખડામાં મોટેથી પાકેલા ફળના ગુચ્છાઓને વિષે પોતાના બાળકના ભ્રમથી, વેગથી કૂદતા વાનરા વડે વ્યાપ્ત, ઊંચા કાનવાળા હરણા વડે, આમ્રફળને ભેગા કરવામાં આસક્ત એવી સેાર દેશમાં નિવાસ કરનારી સ્ત્રીએના સંભળાતા છે મધુર ગાન જેમાં એવા, વિકસિત સળીના બહાનાથી સફેદ્ઘ કેશ ઉત્પન્ન થયા હાય એવા ઘરડાં કેતકીવૃક્ષેા વડે ભરાયેલી છે ઉપરની ભૂમિ જેને એવા, સ્થાને સ્થાને સુખડના દ્રવથી ધાળા થયેલા સિંદુવાર વ્રુક્ષા વડે માટેથી સર્વાં અંગે મંગળ તિલકાની શ્રેણી કરી હાય એવા, શાખા ઉપર રહેલા વાંદરાઓના પૂછડાથી જટારૂપ કરાયેલા આમલીના વૃક્ષેા વડે પીપળા અને વડના ઝાડનું અનુકરણ કરાયું છે જેમાં એવા, અતિ અદ્ભુત પેાતાના વિસ્તારની સોંપત્તિ વડે હર્ષિત થયા હાય એવા, નિત્ય રામાંચિત ફળવાળા ફણસ વડે ઉપÀાભિત, અમાવાસ્યાની રાત્રિના અંધકાર સરખા શૈલુ વૃક્ષ (શ્લેષ્મનાશક વ્રુક્ષ) વડે લવાયેલા અંજનગિરિની ચૂલિકાની જેમ શેાભતા, શુકની ચાંચની જેમ રક્તકુસુમની સમૃદ્ધિવાળા કેસૂડાંના