________________
४६४
શ્રી ઋષભનાથ ચરિત્ર
પુત્ર, સાડા ચારસો ધનુષ્ય પ્રમાણ દેહવાળો અને તેર લાખ પૂર્વના આયુષ્યવાળો થશે. ૨
શ્રાવસ્તીનગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રાદેવીને પુત્ર, પાંચ લાખ વર્ષના આયુષ્યવાળે, સાડા બેંતાલીશ ધનુષ્યને દેહવાળ મઘવા નામે ત્રીજે ચક્રવત થશે. ૩
હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજા અને સહદેવીને પુત્ર ત્રણ લાખ વર્ષના આયુષ્યવાળો સાડી એકતાલીશ ધનુષ્ય ઊંચે, એ સનકુમાર ચકી થશે. ૪
આ બંને ચક્રવર્તી ધર્મજિન અને શાંતિજિનના આંતરામાં ત્રીજા સ્વર્ગમાં જનારા થશે.
શાંતિ-કુંથુ અને અર એ ત્રણ અરિહંતે ચક્રવતી પણ થશે. પદ-૭.
હસ્તિનાપુર નગરમાં કૃતવીર્ય રાજા અને તારા દેવીને પુત્ર, સાઠ હજાર વર્ષના આયુષ્યવાળો, અઠ્ઠાવીશ ધનુષ્યના શરીરવાળો, સૂભૂમ નામે આઠમો ચકી અરજિન અને મલિજિનના આંતરમાં થશે. તે સાતમી નરકમાં જશે. ૮
વાણારસી નગરીમાં પ્રોત્તર રાજા અને જવાલા દેવીને પુત્ર, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળો, વીશ ધનુષ્ય ઊંચે, પદ્મ નામે નવમે ચકી થશે. તેમ કાંપિલ્યપુરમાં મહાહરિ રાજા અને મેરા દેવીને પુત્ર, દશ હજાર વર્ષના આયુષ્યવાળો, પંદર ધનુષ્ય ઊંચા દેહવાળે, દશમે. હરિઘેણુ ચક્રવતી થશે. આ બંને ચકવતી મુનિસુવ્રત. અને નામિજિનના આંતરામાં થશે. ૯-૧૦