________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૬૩
વર્ષના આયુષ્યવાળા, સાત વર્ષના વતપર્યાયવાળા, બાવીશમા નેમિનાથ તીર્થકર થશે. નમિ અને નેમિજિનના નિર્વાણનું આંતરું પાંચ લાખ વર્ષ પ્રમાણ જાણવું. ૨૨
વાણુરસીનગરીમાં અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર, નીલવર્ણવાળા, નવ હાથ પ્રમાણ અંગવાળા, સે વર્ષના જીવિતવાળા, સીતેર વર્ષના વ્રતપર્યાયવાળા, ત્રેવીશમાં પાર્શ્વનાથ જિનેશ્વર થશે. નેમિનિન અને પાર્થ જિનના નિર્વાણનું આંતરું ત્યાંશી હજાર અને સાડા સાતસો વર્ષ જાણવું. ૨૩ - ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના પુત્ર, સુવર્ણ સમાન કાંતિવાળા, સાત હાથની કાયાવાળા, બોતેર વર્ષના આયુષ્યવાળા, બેંતાલીશ વર્ષના વ્રત પર્યાયવાળા ચોવીશમા શ્રી મહાવીર જિનેશ્વર થશે. પાશ્વજિન અને વીરજિનનું આંતરું અઢીસો વર્ષ જાણવું. ૨૪
ચકવતીએ સર્વે ચક્રવર્તીએ કાશ્યપગોત્રી, સુવર્ણ સમાન વર્ણવાળા થશે. તેમાં આઠ મેક્ષગામી, બે સ્વર્ગગામી અને બે નરકગામી થશે.
તું મારા વખતમાં પ્રથમ ચક્રવત થશે, તેવી જ રીતે આજિતનાથ તીર્થકરના વખતે અધ્યામાં બીજે સગરચક્રવર્તી થશે, તે સુમિત્રરાજા અને યશેમતીદેવીને