________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેવીઓ ઊભી રહેલી રહે છે, અને તેઓની પાછળ તેવી રીતે જ સાધ્વીઓ ઊભા રહે છે.
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની દેવીઓ દક્ષિણ દરવાજેથી પ્રવેશ કરીને પૂર્વની જેમ અનુક્રમે નૈઋત્ય દિશામાં ઊભી રહે છે. તેમજ ભવનપતિ, તિષ્ક અને વ્યંતરદેવે પશ્ચિમ દરવાજેથી પ્રવેશ કરીને પૂર્વના વિધિથી જિનેશ્વરને અને તીથને નમસ્કાર કરીને વાયવ્ય દિશામાં અનુક્રમે બેસે છે. તે વખતે ત્યાં ઇંદ્ર નાથને સમવસરેલા જાણુને વિમાનોના સમૂહ વડે આકાશને ઢાંકી દેતે જલદી આવે છે, આવીને ઉત્તરદ્વારેથી પ્રવેશ કરીને ત્રણ પ્રદક્ષિણ કરીને, નમસ્કાર કરીને ભક્તિમંત એ ઈંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરે છે :
ઋષભજિનની સ્તુતિ હે પ્રભુ! ગીપંગ વડે સર્વ પ્રકારે પણ તમારા ગુણે જાણવા અશક્ય છે, તે સ્તુતિ કરવા ગ્ય એવા તમારા ગુણે કયાં? અને નિત્ય પ્રમાદમાં તત્પર એ હું સ્તુતિ કરનાર કયાં? તો પણ હે નાથ ! હું તમારા ગુણોની સ્તુતિ કરીશ. દીર્ઘ માર્ગમાં તે પાંગળો માણસ શું કોઈથી અટકાવી શકાય છે? - હે પ્રભુ! સંસારના દુઃખરૂપી આતપથી કલેશ વડે પરાધીન થયેલા પ્રાણુઓને છત્રછાયારૂપ પાદુની છાયાવાળા તેનાથી અમારું રક્ષણ કરે.