________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૧
રચે છે, વળી તે દેવે તે પીઠની ઉપર વારંવાર ચૈત્યવૃક્ષની શાખાના પર્યતન પલ વડે પ્રમાર્જન કરાતા રત્નઈદને કરે છે. તેના મધ્યમાં પૂર્વ દિશામાં વિકસિત કમળકેશમાં કર્ણિકાની જેવા પાદપીઠ સહિત રત્નસિંહાસનને કરે છે, તે સિંહાસનની ઉપર ચારે તરફથી ચક્રાકારે ભમતા ગંગાનદીના ત્રણ પ્રવાહ હોય એવા ત્રણ છત્રને વિક છે, પૂર્વે તૈયાર કરેલું જાણે કેઈઠેકાણેથી લાવીને
સુર–અસુરાએ અહીં સ્થાપન કર્યું હોય તેમ એવું સમવિસરણ શેભે છે.
તે પછી જગત્પતિ પૂર્વ દ્વારેથી ભવ્ય જીના હૃદય જેવા, મોક્ષના દ્વાર સરખા તે સમવસરણમાં પ્રવેશ કરે છે. તે પછી પ્રભુ તત્કાળ કર્ણના આભૂષણ થતા છે શાખાના પર્વતના પલ્લવ જેના એવા તે અશોકવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. હવે પ્રભુ “નમો તિથ” એ પ્રમાણે બેલતા પૂર્વ દિશાભિમુખ રાજહંસ જેમ કમળ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર બેસે છે.
વ્યંતરદેવે બીજી ત્રણ દિશાઓમાં પરમેષ્ઠિના . રત્નસિંહાસનમાં રહેલાં પ્રતિરૂપે વિક છે. - તે પછી સાધુ-સાધ્વી અને વૈમાનિક દેવીઓ પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને જિનેશ્વરને પ્રદક્ષિણા કરીને, ભક્તિ વડે જિનેશ્વરને અને તીર્થને નમસ્કાર કરે છે. ત્યાં પ્રથમ ગઢમાં અગ્નિકોણમાં ધર્મરૂપી ઉદ્યાનમાં મહાવૃક્ષ સરખા સર્વ સાધુઓ બેસે છે અને તેઓની પાછળ વૈમાનિક