________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાને હીન માનતો નથી. હર્ષ પામેલ કર્યાલ આદિના કૂજિતના બહાના વડે તે અષ્ટાપદ પર્વત જગન્નાથના ગુણને જાણે વારંવાર ગાય છે.
ત્યાં ચાર પ્રકારના દેવે સમવસરણ રચે છે.
હવે વાયુકુમાર દેવ જન પ્રમાણુ ક્ષેત્રને વિષે વાસીદું કરનારની જેમ ક્ષણવારમાં તૃણુ–કાષ્ઠ આદિને દૂર કરે છે. મેઘકુમાર દે તરત જ વાદળાઓને જીવતા બળદની જેવા વિકવીને ગંધજળ વડે તે પૃથ્વીને સિંચન કરે છે, દેવો વિશાળ, સુવર્ણ અને રત્નમય શિલાઓ વડે અરીસાના તળિયા જેવા સમાન પૃથ્વીતળને બાંધે છે.
વ્યંતરદેવે ઈંદ્રધનુષના ખંડની શેભાને વિડંબના કરનાર ઢીંચણપ્રમાણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. ચારે ય દિશામાં લીલા વૃક્ષોનાં પાંદડાં વડે યમુના નદીના તરંગની લક્ષ્મી સરખી શોભાવાળા તેરણો કરે છે.
તોરણની ચારે તરફ થાંભલાઓને વિષે સિંધુ નદીને બંને કાંઠે રહેલા મગરની શેભાને વિડંબના કરનારી મગરની આકૃતિઓ શોભે છે, તે તેને વિષે ચાર શ્વેત છત્રો ચાર દિશાની દેવીઓના રજતથી બનાવેલા દર્પણ જેવા પ્રકાશે છે. તેઓને વિષે પવનથી તરંગવાળી આકાશગંગાના ચપળ તરંશના ભ્રમને આપનારા ધ્વજ પટ શેભે છે. દરેક તારણેની નીચે “વિશ્વનું અહીં મંગલ છે એ પ્રમાણે ચિત્રલિપિના વિશ્વમને કરનારા મૌક્તિકના સ્વસ્તિક આદિ હેય છે.