________________
૪૩૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાવદ્યમાં રક્ત એવા મારી વૈયાવચ્ચ, જેમ મહાકુળવાળા મ્લેચ્છની સેવા ન કરે તેમ, કેવી રીતે કરે? મારે પણ તેઓ પાસે સેવા કરાવવી ચેાગ્ય નથી, કારણ કે સાધુઓ પાસે વૈયાવચ્ચ કરાવવી તે વ્રતભ્રંશથી ઉત્પન્ન થયેલા પાપની વૃદ્ધિ માટે થાય, તેથી પેાતાના પ્રતિકાર માટે મારી જેવા કાઈ મધીની તપાસ કરું, કારણ કે મૃગાની સાથે મૃગે જોડાય છે. આ પ્રમાણે વિચારતા મરીચિ કાળે કરીને કઈ રીતે નીરાગી થયા. કાળે કરીને ઉખરભૂમિ પણ અનુખરપણાને પામે છે.
હવે એક વખત પ્રભુના ચરણકમળ પાસે દુગ્ કપિલ નામને રાજપુત્ર આવે છે, તે કપિલે વિશ્વને ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સરખા ઋષભસ્વામીને ધમ સાંભળ્યેા. જિનેન્ધરે કહેલ તે ધર્મ કપિલને, ચક્રવાકને ચૈાસ્નાની જેમ, ઘૂવડને પ્રભાતની જેમ, ભાગ્ય વગરના રાગીને ઔષધની જેમ, વાયુના રાગીને ઠંડીની જેમ, એકડાને મેઘના આગમનની જેમ ન ગમ્યા.
તે પછી તે કપિલ ખીજા ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા અહી થી તહીં દૃષ્ટિ ફૂંકતા સ્વામીના શિષ્યાથી વિલક્ષણ એવા મરીચિને જુએ છે. તે ખીજા ધર્મોને ગ્રહણ કરવાની ઈચ્છા વડે સ્વામીની પાસેથી વેચાતા લીધેલા આળકની જેમ ધનાઢચની દુકાનેથી રિદ્રની દુકાન જેવા મરીચિ પાસે આવે છે, તે કપિલે ધમ પૂછવાથી મરીચિ. કહે છે કે – અહી. ધમ નથી, જો તુ ધના અથી