________________
શ્રી કષભનાથ ચરિત્ર
L
મધ્ય ભાગમાં નાભિ જે લાખ પેજન પ્રમાણ ઊંચે, ત્રણ મેખલાથી વિભૂષિત, ચાલીશ ચીજન ઊંચી ચૂલિકાવાળ, જિનચૈત્યથી મંડિત સુવર્ણ-રત્નમય મેરુપર્વત છે. તેના પશ્ચિમ વિદેહમાં પૃથ્વીરૂપી સ્ત્રીના આભૂષણરૂપ ક્ષીતિ–પ્રતિષ્ઠિત નામે મહાનગર હતું. તે નગરમાં મોટી વૃદ્ધિવડે શોભત, દેવેન્દ્રસમાન, ધર્મકાર્યમાં હંમેશાં સાવધાન એ પ્રસન્નચંદ્ર નામે મહારાજા હતા. તે જ નગરમાં ધન નામે સાર્થવાહ હતું, તે નદીઓનું સ્થાન જેમ સમુદ્ર હોય તેમ સંપત્તિઓનું સ્થાન હતું, તેની લક્ષ્મી પણ ચંદ્રની કાંતિની જેમ અનન્ય સાધારણ અને પરોપકાર એ જ છે એક ફળ જેનું એવી હતી. તે ઔદાર્ય, ગાંભીર્ય અને શૈર્ય આદિ ગુણેથી યુક્ત સર્વજનોને સેવનીય હતો. ઘન સાર્થવાહને વસંતપુર નગરમાં જવાનો વિચાર
તેણે એક વખત મોટા કરિયાણા લઈને વસંતપુર નગરમાં જવા માટે વિચાર કર્યો. તેથી તે ધન સાર્થવાહે આખા નગરમાં પટહ વગડાવીને નગરવાસી લોકોને આ પ્રમાણે ઉદ્ઘેષણા કરાવી કે-“આ ધન સાર્થવાહ વસંતપુર નગરે જશે, જે લોકોની ત્યાં જવાની ઈચ્છા હોય, તે સર્વ એમની સાથે ચાલે, તે જેમની પાસે પાત્ર નહિ હોય તેને પાત્ર આપશે, વાહન નહિ હોય તેને વાહન આપશે, સહાય નહિ હોય તેને સહાય આપશે, ભતા રહિતને ભાતું આપશે. માર્ગમાં પણ ચાર, સિંહ આદિ કર