________________
૪૩૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
મુદ્રા આદિ કાંઈક હા. આ સાધુએ ઉપાનહથી રહિત છે, હુ' તેા ઉપાનહ (મેાજડી) પહેરીશ,
આ સાધુએ અઢાર હજાર શીલાંગ વડે અતિસુગધી છે, હું તેા શીલ વડે દુગંધી છું, તેથી ચંદન આદિને ગ્રહણ કરીશ.
આ સાધુએ તે માહ વગરના છે, હું તેા માહથી ઢંકાયેલે છુ, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ.
આ સાધુએ શ્વેત વસ્ત્રને ધારણ કરનારા છે, હું તા કષાયથી કલુષિત છુ. આથી તેના સ્મરણ માટે હું કષાયવસને પહેરીશ.
આ સાધુએ પાપથી ભીરુ હાવાથી ઘણા જીવવાળા પાણીના આરંભના ત્યાગ કરે છે, મારે તે પ્રમાણસર પાણી વડે સ્નાન અને પાન હા.
આ પ્રમાણે મરીચિ પેાતાની બુદ્ધિ વડે પેાતાનું લિંગ કલ્પીને તેવા પ્રકારના વેશને ધારણ કરી સ્વામીની સાથે વિચરે છે. જેવી રીતે ખચ્ચર એ ઘેાડા નથી, તેમ જ ગધેડા પણ નથી પરંતુ ઉભયસ્વરૂપ હાય છે, તેમ મરીચિ સાધુ નથી, તેમ ગૃહસ્થ પણ નથી, તેથી નવા વેષને ધારણ કરનાર થા.
રાજહંસાને વિષે કાગડાની જેમ, મહર્ષિ આને વિષે ભિન્નજાતિવાળા તેને જોઈને ઘણા લોક તેને કુતૂહલથી પૂછે છે.