________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯
સમયે પણ તે બાહુબલિ મારી પાસે ન આવ્યું, ત્યાં મેં તેને પ્રમાદ વિચાર્યો, તે પછી તેને બોલાવવા માટે દૂત મેક, તે પણ તે ન આવ્યો, તે વખતે પણ મેં મંત્રીઓની વિચારણાને દેષ કારણ છે એમ વિચાર્યું. તેને હું લેભથી કે કેપથી બોલાવતો નથી, પરંતુ જ્યાં સુધી એક પણ નમે નહિ તે ચક્ર અંદર પ્રવેશ ન કરે. ચક્રરત્ન નગરીમાં પ્રવેશ કરતું નથી અને આ મને નમતો નથી. આ પ્રમાણે આ બન્નેની સ્પર્ધાથી હું સંકટમાં પડ્યો છું.
તે મનસ્વી મારો ભાઈ બાહુબલિ એકવાર પણ આવે, મારી પાસેથી અતિથિની જેમ પૂજા અને બીજી પૃથ્વીને પણ ગ્રહણ કરે, મારે ચક્રના પ્રવેશ વિના બીજું કઈ સંગ્રામનું કારણ નથી, નમેલા અગર નહિ નમેલા પણ તે નાનાભાઈ વડે મને માન ન હોઈ શકે. ' હવે દે કહે છે કે–રાજન ! સંગ્રામનું કારણ મોટું છે, આપ જેવાને અલ્પ કારણ વડે પ્રવૃત્તિ ન હોય, તેથી અમે બાહુબલિ પાસે જઈને સમજાવીએ. યુગક્ષયની જેમ આવતે જનક્ષય કવો જોઈએ. આપની જેમ તે પણ જે મોટું કોઈ કારણ કહે, તો પણ અધમ ચુદ્ધ વડે યુદ્ધ ન કરવું જોઈએ. ઉત્તમ એવા દટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ કરવું કે જેથી નિરપરાધી હાથી વગેરેને વધ ન થાય. - “તેમ હો” એમ ચક્રવતીએ અંગીકાર કર્યા પછી