________________
૩૯ર
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિમર્દનના અભાવથી અહીં ભૂમિ, પર્વજો, સમુદ્રો, પ્રજાઓ અને પ્રાણીઓ ચારે તરફથી ક્ષોભને ત્યાગ કરે. તમારા યુદ્ધથી સંભવતા જગતના સંહારની શંકાથી રહિત થઈ સર્વે દેવે પણ સુખપૂર્વક રહે.
આ પ્રમાણે આગમનનું પ્રયોજન કહીને દેવે અટકળે છતે ભરતેશ્વર મેઘની ગર્જના સરખી ગંભીર વાણવડ કહે છે કે તમારા વિના વિશ્વના હિતને કરનારી આ વાણી કેણ બોલે? લેક પણ પ્રાયઃ બીજાનું કુતૂહલ જેવા માટે ઉદાસીન હોય છે. પરંતુ અહીં સંગ્રામની ઉત્પત્તિનું કારણ બીજી રીતે છે. હિતની ઈચ્છાવાળા તમે યુક્તિથી બીજી રીતે જ વિચાર્યું છે. “કાર્યનું મૂળ જાણ્યા વિના પિતાની જાતે જ કાંઈક વિચારીને કહેનારા બૃહસ્પતિનું કથન પણ નકામું જ થાય છે?
હું બળવાન છું, એથી કરીને ખરેખર હું યુદ્ધ કરવાની અભિલાષાવાળો થયે નથી. ઘણું તેલ હેતે છતે પર્વતનું મર્દન શા માટે કરાય? તેવી રીતે છખંડ ભરતક્ષેત્રમાં રાજાઓને જીતતાં મારે કઈ પ્રતિમલલ ન હતું તેથી આજે પણ નથી, પ્રતિમલ જીત અને હારના કારણભૂત શત્રુ જ થાય, પરંતુ દેવગે જ બાહુબલિને અને મારો ભેદ થયે છે. -
સાઠ હજાર વર્ષ સુધી દિગવિજય કરીને આવેલે હું તે બાહુબલિને બીજાની જેમ જેઉં છું, અહીં ઘણે કાળ એ જ કારણ છે. તે પછી બાર વર્ષના અભિષેકના