________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૫ હોય, પરંતુ આ બાહુબલિના ગુણથી ખરીદ કરાયેલી સમગ્ર ભૂમિ પણ પાયદળ રૂપે છે.
નાના એવા શ્રી બાહુબલિના સૈન્યની આગળ, અગ્નિની આગળ તૃણસમૂહની જેમ મોટી એવી પણ ચક્રવતની સેનાને હું નાની માનું છું. વળી મહાન વીર એવા આ બાહુબલિની આગળ, અષ્ટાપદની આગળ હાથીના બચ્ચાની જેમ ચક્રવતીને પણ અહે ! હું એ માનું છું. ભૂમિ ઉપર નિ ચક્રવતી અને સ્વર્ગમાં ઈંદ્ર જ એજસ્વી પ્રસિદ્ધ છે, પરંતુ તેઓની પાસે વતંતે અથવા તેઓથી પણ અધિક આ બાહુબલિ જણાય છે.
આની લાતના પ્રહાર વડે જ ચક્રવતીનું તે ચક અને ઇંદ્રનું વજ નિષ્ફળ હોય એમ હું માનું છું.
અહો ! અમે બળવાન એવા બાહુબલિને વિરોધી કર્યો, તે ખરેખર! રીંછને કાનમાં પકડ્યો, મુહિમાં મહાસપને ધારણ કર્યો. - વાઘ જેમ એક હરણને ગ્રહણ કરીને સંતોષ પામે તેમ એક ભૂણિખંડને ગ્રહણ કરીને સંતુષ્ટ એવા આ બાહુબલિને ફોગટ અમે તર્જના કરીને છંછેડ્યો.
અનેક રાજાઓની સેવા વડે ભરતરાજાને શું અધૂરું હતું કે જેથી વાહન માટે કેસરિસિંહની જેમ સેવા કરવા માટે આને બોલાવ્યો.