________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૫૧
પતની જેમ, જે નિરંતર વારાંગનાઓ વડે અતિસુંદર ચામરો વડે વીંઝાતા, આગળ સુવર્ણ દંડને ધારણ કરનારા પવિત્ર વેશવાળા વેત્રિ વડે જે વિજળી સહિત મેઘ વડે શરઋતુની જેમ શાભતા હતા.
હવે લલાટ વડે સ્પર્શ કર્યો છે. ભૂમિતળને જેણે એવા તે સુવેગ, અવાજ કરતી લાંખી સુવર્ણની સાંકળવાળા હાથીની જેમ રાજાને નમે છે.
તે પછી રાજાએ ભૃકુટીની સ’જ્ઞાથી તત્કાળ મગાવેલા, પ્રતિહારે બતાવેલા આસન ઉપર બેસે છે.
બાહુબલિ રાજા પ્રસન્નતા પૂર્ણાંક અમૃત ઝરતા નેત્ર વડે તેને જોતા કહે છે- ‘ સુવેગ ! વડીલબંધુ ભરતરાજાને કુશળ છે ને ? હું સુંદર ! પૂજ્ય પિતા વડે લાલન-પાલન કરાયેલી વિનીતાનગરીની પ્રજા કશળ છે ને? કામ આદિ શત્રુએની જેમ છ ભરતખ’ડના વિજય રાજાએ અંતરાય વગર કર્યાં છે ને ? સાઠ હજાર વર્ષ સુધી પ્રચંડ સેના સાથે દિવિંજય કરીને સેનાપતિ વગેરે સકળ પરિવાર સુખપૂર્વક આવ્યે છે ને ? હાથીઓના લાલ થયેલ 'ભ સ્થળ વડે આકાશમાં સંધ્યાના ભ્રમ કરતી હાય એવી રાજાની કરિઘટા નિરામય છે ને ? હિમવંત પર્યંત સુધી પૃથ્વીને આક્રમણ કરીને આવતા રાજાના શ્રેષ્ઠ અશ્વો પરિશ્રમ વગરના છે ને ? રાજાએ વડે સેવાતા સવ ઠેકાણે અસ્ખલિત આજ્ઞાવાળા મોટાભાઈના દિવસેા શું, સુખપૂર્વક પસાર થાય છે ને ?