________________
૩૫૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેને એવા સુભ વડે કઈ ઠેઠાણે અધિષ્ઠિત, દ્વારપાળની જેમ બંને બાજુએ રહેલા પ્રચંડ શું ડાદંડવાળા બે હાથીઓ વડે દૂરથી ભયંકર એવા મનુષ્યોમાં સિંહ સરખા બાહબલિના સિંહદ્વારમાં પ્રવેશ કરતા વિસ્મિત મનવાળા દ્વારપાળ વડે પ્રતીક્ષા કરાયેલે સુગ ત્યાં રહ્યો. રાજાની સભાની એ મર્યાદા છે.
દ્વારપાળ અંદર જઈને બાહુબલિને નિવેદન કરે છે કે –તમારા મોટા ભાઈનો સુવેગ નામતો દૂત દ્વારને વિષે ઊભે છે. - હવે બાહુબલિ રાજાની અનુજ્ઞા વડે ત્રિવડે બતાવ્યું છે માર્ગ જેને એવો વિદ્વાનમાં શ્રેષ્ઠ તે સુવેગ, બુધ જેમ સૂર્યમંડળમાં પ્રવેશ કરે તેમ સભામાં પ્રવેશ કરે છે.
વિસ્મય પામેલે તે, રત્નસિંહાસન ઉપર બેઠેલા તેજસ્વી બાહુબલિ રાજાને જુએ છે. તે કેવો છે?—જે સ્વર્ગમાંથી ભૂમિ ઉપર આવેલા સૂર્ય જેવા, પહેરેલ છે રત્નમુગટ જેણે એવા તેજસ્વી રાજાઓ વડે સેવાયેલ, નાગકુમારની જેમ દેદીપ્યમાન ચૂડામણિ વડે કેઈથી પણ પરાભવ ન પામે એવા શ્રેષ્ઠ રાજકુમારે વડે લેવાયેલ, સ્વામીના વિશ્વાસ સર્વસ્વરૂપ વલ્લીના સંતાન મંડપ જેવા ધર્મ આદિની પરીક્ષા કરવામાં કુશળ એવા બુદ્ધિશાળી પ્રધાન વડે પરિવરેલે, ખુલ્લાં શસ્ત્રો છે હાથમાં જેને એવા હજારે આત્મરક્ષક વડે, નીકળેલી જીભવાળા સર્પોવડે મલયગિરિની જેમ ભયંકર, ચમરી ગાયે વડે હિમાલય