________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૧.
જે તરસ સમુદ્ર આદિવડે ન છેદાઈ, તે પૂળાના પાણી વડે કેમ છેદાય ? તેવી જ રીતે સ્વર્ગના સુખ વડે તમારી તરસ ન છેદાઈ તે રાજ્યલક્ષ્મી વડે કેમ છેદાય?
તેથી હે વત્સ ! વિવેકવંત તમારે ઘણું આનંદના ઝરણરૂપ નિર્વાણપદની પ્રાપ્તિના કારણરૂપ સંયમરાજ્ય ગ્રહણ કરવું યોગ્ય છે.
તે પછી તે વખતે ઉત્પન્ન થયેલ સંવેગના વેગવાળા તે અઠાણું પુત્રએ ભગવંતની પાસે દીક્ષા લીધી.
તે પછી તે દૂતે “અહો ! દૌર્ય, અહો ! સત્ત્વ, અહો ! વૈરાગ્યબુદ્ધિ” એ પ્રમાણે વિચારતા તેઓનું સ્વરૂપ ભરતરાજાને જણાવે છે.
ભરત ચક્રવતી પણ ચંદ્ર જેમ તારાઓની જ્યોતિને, સૂર્ય જેમ અગ્નિના તેજને, સમુદ્ર જેમ પ્રવાહના જળને ગ્રહણ કરે તેમ તેઓના રાજ્યને ગ્રહણ કરે છે.
चक्कस्स लाहा विजयो दिसाए, रज्जाभिसेगो भरहस्स रण्णो । भाऊण दिक्खापरिकित्तणच, उद्देसगे वुत्तमिह चउत्थे ॥ ચક્રનો લાભ, દિવિજ્ય, ભરતરાજાને રાજ્યા