________________
શ્રી ઋષભાથ ચરિત્ર,
૩૩ જેમ આપે છે, તે પછી તે કલ્પવૃક્ષની પુષ્પમાળા, શીર્ષચંદન, સવોષધિ અને સર્વશ્રેષ્ઠ પદ્મદ્રહનું જળ ભરતરાજાને આપે છે. ફરીથી તે ભેટણના બહાનાથી દંડમાં કડાં, બાહુરક્ષક, અને દેવદૂષ્યવરે આપે છે. તે પછી તે સ્વામી! ઉત્તર દિશાના છેડે તમારા સેવકની જેમ હું રહીશ, એ કહીને વિરામ પામેલા તેને સત્કાર કરીને રાજાએ વિસર્જન કરે તે પોતાના સ્થાને જાય છે,
ભરતરાજા તે પર્વતના શિખર જેવા શત્રુઓના મનોરથની જેમ રથને પાછો વાળે છે.
તે પછી શ્રી ઋષભસ્વામીને પુત્ર ઋષભકૂટ પર્વત પાસે જઈને રથના શીર્ષ વડે ત્રણ વખત તે પર્વતને ગજેન્દ્ર જેમ દાંત વડે પ્રહાર કરે તેમ પ્રહાર કરે છે. ત્યાં રાજા રથને સ્થાપન કરીને હાથ વડે કાકિણીરત્નને ગ્રહણ કરે છે. તે પર્વતના પૂર્વકટકને વિષે કાકિણીરત્ન વડે “આ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે હું ભરત ચક્રવતિ છું” એ પ્રમાણે અક્ષરે લખે છે. ત્યાંથી પાછા ફરીને સદાચારી તે પોતાની છાવણુમાં આવે છે અને અઠમતપનું પારણું કરે છે, તે પછી રાજા ચુલ્લહિમવંતગિરિકુમારદેવને ચક્રવતિની સંપદાને અનુરૂપ અષ્ટાદ્વિકા મહત્સવ કરે છે.
ગંગ–સિંધુ મહાનદીના વચ્ચેના પૃથ્વીતળમાં ન સમાતા, આકાશમાં કુદકા મારતા અો વડે, સૌન્યના ભારથી આક્રાંત થયેલી પૃથ્વીને સિંચન કરવાને ઈચ્છતા