________________
૨૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
મંત્રથી થંભી ગયેલા સર્ષની જેમ ઉભા રહે છે, કેટલાકના રથે માટીના બનાવેલા હોય તેમ ભાંગી જાય છે, કેટલાક પિતાના માણસને પણ અપરિચિતની માફક જેતા નથી, પિત–પિતાના પ્રાણને લઈને સવ પ્લેચ્છો દરેક દિશામાં નાસે છે. આ પ્રમાણે પાણીના પૂરથી વૃક્ષોની જેમ સુષેણ સેનાપતિથી ભાગેલા તેજ વગરના તે ઘણા એજન સુધી દૂર ચાલી જાય છે,
તેઓ કાગડાની જેમ એક ઠેકાણે ભેગા થઈને ક્ષણવાર વિચારણા કરીને દુઃખી માણસ જેમ માતા પાસે જાય તેમ તેઓ સિંધુ મહાનદી પાસે જાય છે. તે નદીના ધૂલીમય કિનારાને વિષે મૃતકનાન માટે તૈયાર થયા હોય તેમ તેઓ ભેગા મળીને રેતીના સમૂહ વડે પથારી કરીને બેસે છે.
નગ્નપણે ઊભેલા એવા તેઓ ઊંચા મુખ રાખી પિતાના કુળદેવતા મેઘમુખ વગેરે નાગકુમાર દેવને ચિત્તમાં કરીને અઠમ તપ કરે છે.
અઠમતપને અંતે ચક્રવતિના તેજના ભયથી જાણે નાગકુમાર દેવોનાં આસને કંપે છે, તેઓ અવધિજ્ઞાનથી તેવી રીતે રહેલા દુખિત સ્વેચ્છને જોઈને, તેઓના દુઃખ વડે પિતાની જેમ દુઃખ પામેલા ત્યાં આવીને તેઓએ આગળ પ્રકટ થાય છે. “અરે! તમારા ચિત્તમાં હમણાં કયે અર્થ ઇચ્છા છે, તે કહે.” આ પ્રમાણે આકાશમાં રહી તે દેવે કિરાને કહે છે.