________________
૨૯૪
શ્રી
ક્ષભનાથ ચરિત્ર
જેને એવા, વિશાળ માપવાળી નમેલી પ્રસન્ન પીઠ વડે શેભતા, રેશમના તાંતણાની જેમ કોમળ રૂવાંટીથી યુક્ત, પ્રશસ્ત બાર આવર્તવાળા, શુદ્ધ લક્ષણોથી લક્ષિત, ઉત્તમ જાતિવાળા, યૌવનવયને પામેલા, શુકનાં પીછાં જેવી લીલી કાંતિવાળા, ચાબૂકના પ્રહારથી રહિત, સ્વામીના ચિત્ત પ્રમાણે ગમન કરનાર, રત્ન અને સુવર્ણમય લગામના બહાનાથી લક્ષ્મીના બાહુ વડે આશ્લેષ કરાયેલ હોય એવા, મધુર અવાજ કરતી સુવર્ણમય ઘુઘરીઓના સમૂહવડે, મધ્યભાગમાં ઝણઝણ અવાજ કરતા છે ભ્રમરો જેમા એવા, કમળાની માળા વડે પૂજન કરાતા હોય એવા, પાંચ વર્ણના મણિઓથી મિશ્ર સુવર્ણના અલંકારનાં કિરણો વડે અનુપમ રૂપવાળી પતાકાઓથી અંકિત હોય એવા સુંદર મુખવાળા, ભૌમગ્રહથી અંકિત આકાશની જેમ સુવર્ણકમળના તિલકવાળા, ચામરની શોભાના બહાનાથી બીજા કાનને ધારણ કરતો હોય એવા, ચક્રવર્તિને પુણ્ય વડે ખેંચાયેલા ઈંદ્રના વાહનની જેવા, લાલન કરવાથી પડતા વક ચરણોને મૂતા, અન્યરૂપે ગરુડ હોય એવા, મૂર્તિમંત પવનની જેવા ક્ષણવારમાં સે જન ઉલ્લંઘન કરવામાં જેવાયું છે પરાક્રમ જેનું એવા, કાદવ-પાણીપથ્થર-કાંકરા–ખાડા આદિ વિષમ પ્રદેશથી અને મહાસ્થલી–પર્વત-ગુફા-દુર્ગ આદિ સ્થળમાંથી ઉતારવામાં સમર્થ, કાંઈક પૃથ્વી ઉપર લાગેલા ચરણ વડે આકાશમાં ઊડતા હોય એવા, બુદ્ધિમંત, વિનીત, પંચધારા વડે શ્રમને જીતનારા, કમળ સરખા સુગંધી શ્વાસવાળા,