________________
૨૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચરિત્નને અનુસરનારા ચક્રવર્તિની પાછળ ચાલનારી તે સેના મંડલના તે પ્રકાશ વડે અલનારહિતપણે સુખપૂર્વક ચાલે છે.
તે વખતે ચક્રવતિની ચાલતી સેના વડે તે ગુફા અસુર આદિના સૈન્ય વડે રત્નપ્રભાના મધ્યભાગની જેવી લાગે છે, મંથનદંડવડે મંથનકળશની જેમ, અંદર ચાલતા સૈન્યના સમૂહ વડે તે ગુફા પ્રચંડ શબ્દવાળી થઈ, તે વખતે સંચાર વગરનો પણ ગુફાને માર્ગ રથવડે સીમંતિત (= ખંડિત) થો. એકદમ અશ્વોની ખુરી વડે ભાંગી ગયેલા કાંકરાવાળા નગરીના માર્ગ જે થયો. અંદર ગયેલા તે રીન્યના લોક વડે તીર્થાપણાને પામેલી તે ગુફા લેકનાળી જેવી થઈ.
ઉન્મજ્ઞા અને નિમગ્ના નદી હવે અનુક્રમે જાતે ભરતરાજા તમિસ્ત્રગુફાના મધ્ય ભાગમાં નીચેના વસ્ત્ર ઉપર રહેલી કટિમેખલા (કંદરા) જેવી ઉભગ્ના અને નિમગ્ના નામની નદીઓને પ્રાપ્ત કરે છે. દક્ષિણ અને ઉત્તર ભરતક્ષેત્રાર્ધમાંથી આવતા મનુષ્યને નદીના બહાનાથી બૈતાઢય પર્વત વડે આજ્ઞારેખા કરાઈ હોય એવી તે નદીઓ છે.
તેઓમાં ઉન્મગ્ગા નદીમાં શિલા પણ તુંબીફળની જેમ ઊંચે આવે છે અને તરે છે, તેવી રીતે નિમગ્ના નદીમાં શીલાની જેમ તુંબીફળ પણ ડૂબી જાય છે.
તમિસ્ત્રાગુફાની પૂર્વભીંતમાંથી નીકળેલી તે નદીઓ