________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૮૫ દુઃખ નાશ પામે છે, જેના વડે શસ્ત્રઘાતની જેમ રે સમર્થ થતા નથી, તે હજાર યક્ષ વડે અધિષ્ઠિત, ચાર આગળના પ્રમાણુવાળા, સૂર્યની જેમ ઉધોત કરનારા મણિરત્નને ભરતરાજા ગ્રહણ કરે છે.
હાથીના જમણા કુંભસ્થલ ઉપર પૂર્ણકળશ ઉપર સુવર્ણના ઢાંકણની જેમ તે મણિરત્નને સ્થાપન કરીને, શત્રુઓનો નાશ કરનાર ચતુરંગ સેનાના સમૂહથી યુક્ત ચકને અનુસરતે સિંહની જે નરકેસરી ગુફાના દ્વારમાં પ્રવેશ કરતો તે રાજા આઠ સુવર્ણપ્રમાણ ષટ્રપત્રની જેવી ભાવાળા, બાર ખૂણાવાળા, સમતળવાળા માનઉન્માન અને પ્રમાણથી યુક્ત, એક હજાર યક્ષે વડે સર્વદા અધિષ્ઠિત, આઠ કર્ણિકાથી યુક્ત, બાર જન ભૂમિપર્યત અંધકારનો નાશ કરનારા, અધિકરણી સરખા આકારવાળા, સૂર્ય-ચંદ્ર અને અગ્નિ સરખી પ્રભાવાળા ચાર અંગુલપ્રમાણુ કાકિણીરત્નને ગ્રહણ કરે છે.
તે કાકિણીરત્ન વડે તે ગેમૂત્રિકાના ક્રમ વડે ગુફાના બને પડખે જન-જનને અંતે એક એક જન સુધી ઉઘાત કરનારાં મંડલેને ઓળખતા જાય છે.
તે સવ મંડલે ત્યાં પાંચસો ધનુષ્ય પ્રમાણવાળાં ઓગણપચાસ થયાં.
કલ્યાણકારક ચક્રવતિ પૃથ્વીતળ ઉપર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા મુખવાળી અને તે મંડલે સ્થાયી રહે છે.