________________
૨૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભસ્ત્રાપુટની જેમ નાસિકાપુટને વિકસિત કરતો, તક્ષક નાગરાજના અનુજની જેમ અધરદલને કુરાયમાન કરતા, આકાશતળમાં કેતુની જેમ કપાળમાં રેખાઓને ઘડતે, તે માગધતીર્થપતિ ગાડિક જેમ સપને ગ્રહણ કરે તેમ. જમણા હાથ વડે બાણને ગ્રહણ કરતો, ડાબા હાથ વડે શત્રુના ગાલની જેમ આસનને તાડન કરતે, વિષજવાળા સરખી વાણી બોલે છે --
અરે અપ્રાથિક (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, પિતાને વીર માનનારા, અવિચારિત કાર્ય કરનારા કયા દુષ્ટબુદ્ધિવાળાએ અમારી આ સભામાં બાણ ફેંકયું ? ઐરાવતના દાંત પાડીને તાડક (કાનનું આભૂષણ) કરવાને કેણ ઈચ્છે છે? ગરુડની પાંખ વડે શિરેભૂષણ (છત્ર) કરવાને કણ ઈચ્છે છે? નાગરાજના મસ્તકની મણિમાળાને ગ્રહણ કરવા કોણ વિચારે છે? અથવા સૂર્યના અશ્વોને હરણ કરવા માટે કેણ વિચારે છે? પણિરાજ (ગડ) જેમ સર્ષના ગર્વને હરણ કરે તેમ તેના ગર્વને હું હરણ કરીશ. એમ બેલ માગધપતિ વેગ વડે ઊઠે છે, બિલમાંથી સર્ષની જેમ તે મ્યાનમાંથી પગદંડને ખેંચે. છે, ખેંચીને આકાશમાં ધૂમકેતુના ભ્રમને આપનાર તે તલવારને કંપાવે છે.
તે જ વખતે સમુદ્રની ભરતીની જેમ તેને સઘળય. પરિવાર એકી સાથે કોપના આડંબરપૂર્વક ઊભો થાય છે. તે વખતે કેટલાક ખેડૂગ વડે આકાશને કાળી વીજળીમય.