________________
૨૫૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરતા ઉપહારને કરે છે. હવે રાજા ચક્રની આગળ દિવ્ય ચંદન અને કપૂરમય ઉત્તમ ધૂપ શત્રુના યશની જેમ યત્ન વડે બાળે છે, તે પછી ચકવતિ ચક્રને ત્રણવાર પ્રદક્ષિણ કરે છે, તે પછી ગુરુની જેમ અવગ્રહમાંથી સાત-આઠ પગલાં ખસે છે, તે પછી ડાબે ઢીંચણ સંકેચીને જમણા ઢીંચણને ભૂમિ ઉપર થાપીને રાજા, સ્નેહવાળે માણસ જેમ રાજાને નમે તેમ ચકને નમસ્કાર કરે છે. ત્યાં જ કર્યો છે નિવાસ જેણે એ રાજા મૂર્તિમંત પ્રમોદની જેમ ચક્રને અષ્ટાહ્નિકા મહત્સવ કરે છે. મહાદ્ધિવાળા નગરજનો પણ ચક્ર પૂજા મહોત્સવ કરે છે. પૂજ્ય વડે પૂજાય તે કેના વડે ન પૂજાય?”
તે ચક્રરત્નના ઉપગવડે દિગ્વિજય કરવાને ઇચ્છતો ભરતરાજા મંગલસ્નાન નિમો સ્નાનગૃહમાં જાય છે, આભરણના સમૂહને ઉતારી શુભ સ્નાનને ઉચિત વસ્ત્રને ધારણ કરનાર રાજા, સ્નાનના સિંહાસન ઉપર ત્યાં પૂર્વ મુખે બેસે છે. મર્દનીય અને અમર્દનીય સ્થાનને જાણનારા કલાકુશલ સંવાહક પુરુષ, કલ્પવૃક્ષના પુષ્પના મકરંદની જેવા સુગંધી સહસ્ત્રપાક આદિ તૈલે વડે રાજાને અત્યંગ કરે છે, માંસ-અસ્થિ-ત્વચા અને રામરાજિના સુખના. કારણભૂત, ચાર પ્રકારની સંવાહના વડે મૃદુ-મધ્ય અને દઢ એમ ત્રણ પ્રકારના કરલાઘવના પ્રકારો વડે રાજાને મર્દન કરે છે.
તે પછી અરીસાની જેમ વિકસ્વર કાંતિના ભાજન